________________
૨૫૩ ખાલી જ રાખવો પણ ભરવો નહીં અને શલાકાને ઉપાડી આગળ આગળના દીપ-સમુદ્રમાં ઠલવી એક સાક્ષીદાણો પ્રતિશલાકામાં નાખવો. ત્યારબાદ શલાકા ઠલવતાં જેટલું મોટું માપ થયું તેટલા મોટા માપવાળો હવે અનવસ્થિત બનાવવો - સરસવોથી ભરવો. અને આગળ-આગળના દ્વીપ સમુદ્રોમાં ઠલવી તેની યાદી તરીકે બહારનો ૧ સાક્ષીદાણો શલાકામાં નાખવો.
એવી જ રીતે જ્યારે પ્રતિશલાકા ભરાય ત્યારે તેમાં સાક્ષિદાણો નાખવા માટે શલાકા પ્યાલો જે ઠલવાયો, તે તથા અનવસ્થિત ખાલી ખાલી જ રાખવો. ભરી લેવો નહીં પરંતુ ભરાયેલા પ્રતિશલાકાને જ ઉપાડી આગળ આગળના દ્વીપ-સમુદ્રમાં દાણા નાખવાથી ઠલવવો. તેની યાદી તરીકે એક દાણો મહાશલાકામાં નાખવો. અને આ પ્રતિશલાકા ઠલવતાં જે મોટું માપ થયું તેવડો હવે અનવસ્થિત બનાવી સરસવોથી ભરી આગળ આગળ ઠલવી સાક્ષીદાણા નાખવાથી શલાકા ભરવો. આ પ્રમાણે આ ટબામાં શલાકા ઠલવાયા પછી અનવસ્થિત ભરવો, અને પ્રતિશલાકા ઠલવાયા પછી શલાકા - અનવસ્થિત ભરવા એમ કહેલ છે. જ્યારે સ્વોપજ્ઞટીકા આદિમાં શલાકા ઠલવતાં પહેલાં અનવસ્થિત ભરી લેવો. અને પ્રતિશલાકા ભરતાં પહેલાં શલાકા – અનવસ્થિત ભરી લેવા. એમ કહેલ છે. તેથી મતાન્તર હોય એમ લાગે છે. ૭પા
ઉપર સમજાવેલી સર્વ હકિકત ગ્રંથકારશ્રી ગાથામાં જણાવે છે. खीणे सलाग तइए, एवं पढमेहिं बीययं भरसु । तेहिं तइ तेहिअ तुरियं जा किर कुडा चउरो ॥ ७६॥ पढमतिपल्लुद्धरिया, दीवुदही पल्लचउसरिसवा य । सव्वो वि एगरासी, रूवूणो परमसंखिज्जं ॥ ७७ ॥ (क्षीणे शलाकापल्ये तृतीये, एवं प्रथमैर्द्वितीयकं भरस्व । તૈતૃતીય તૈશ વતુર્થ યાત્રિ રત્વીર: (Mાતા:) | ૭૬ / प्रथमत्रिपल्योद्धृता द्वीपोदधयः पल्यचतुष्कसर्षपाश्च । सर्वोऽपि एकराशि: रूपोनः परमसंख्येयकम् ॥ ७७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org