________________
૨૫૨
હશે તેટલા માપવાળો અનવસ્થિત પણ એમ ત્રણે પ્યાલા પણ પૂર્વથી જ ભરાયેલા હશે. એટલે આ જ ક્રમે અનવસ્થિતના સાક્ષીદાણા વડે જ શલાકા, શલાકાના સાક્ષીદાણા વડે જ પ્રતિશલાકા, અને પ્રતિશલાકાના સાક્ષીદાણા વડે જ મહાશલાકા ભરાયેલા કરવા. અને જ્યારે મહાશલાકા ભરાઈ જાય ત્યારે પૂર્વના ત્રણે ભરેલા ક૨વા. પ્રતિશલાકા ભરાઇ જાય ત્યારે શલાકા અને અનવસ્થિત ભરેલા કરવા. અને શલાકા જ્યારે ભરાઈ જાય ત્યારે તેટલા મોટા માપવાળો અનવસ્થિત ભરી લેવો.
એમ કરતાં જ્યારે ચારે પ્યાલા ભરાઈ જાય ત્યારે કોઈ એક મોટી જગ્યામાં આ ચારે પ્યાલાના ભરેલા દાણાઓ ભેગા કરી ઠલવવા. અને તેની સાથે આજ સુધી વારંવાર ભરી ભરીને ઠલવાયેલા પ્રથમના ત્રણ પ્યાલાના દ્વીપ-સમુદ્રોમાં નખાયેલા તમામ દાણા વીણી-વીણીને પાછા લાવી આ ચારે પ્યાલાના ભેગા કરેલા દાણા સાથે ભેગા કરવા. એમ ચાર પ્યાલાના છેલ્લા ભરેલા દાણા, અને ત્રણ પ્યાલાના વારંવાર નખાયેલા દાણા, આ સર્વનો એક રાશિ કરવાથી જે આંક આવે, તેમાં માત્ર ૧ દાણો ઓછો કરવાથી ઉત્કૃષ્ટ સંખ્યાતું થાય છે. સરસવોથી ચારે પ્યાલાને ભરવાનું અને વારંવાર ઠલવવાનું આવું કામ કોઈએ કર્યું નથી અને કોઈ કરવાનું પણ નથી. પરંતુ ઉત્કૃષ્ટ સંખ્યાતું જણાવવા માટે જ્ઞાની મહર્ષિઓએ આપણા માટે આ એક માપ સમજાવ્યું છે. આ વર્ણન અનુયોગ દ્વાર સૂત્રમાં ગાથા ૩૧૭થી આગળ આવે છે. તથા તેના ઉપર રચાયેલી પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. શ્રીની ટીકામાં, તથા પૂ. વિનયવિજયજી કૃત લોકપ્રકાશમાં છે. અમે આ વિસ્તાર સ્વોપન્ન ટીકાના આધારે સમજાવ્યો છે.
આ ચાર પ્યાલાની પ્રરૂપણામાં પૂ. જીવવિજયજી મ. કૃત ટબામાં સ્વોપજ્ઞ ટીકા કરતાં કંઈક જુદુ છે. તે મતાન્તર હોય તેમ લાગે છે તે આ પ્રમાણે - અહીં શલાકા ભરાઈ જાય ત્યારે પૂર્વે અનવસ્થિત ભરી લેવો પણ ઠલવવો નહીં, તથા પ્રતિશલાકા ભરાઈ જાય ત્યારે તેને ઉપાડતાં પહેલાં શલાકા અને અનવસ્થિત આ જ ક્રમે ભરી લેવો. એવું સમજાવવામાં આવ્યું છે. જ્યારે પૂ. જીવવિજયજી મ. કૃત ટબામાં એમ કથન છે કે શલાકા પ્યાલો જ્યારે ભરાઈ જાય ત્યારે અનવસ્થિત પ્યાલો જે ખાલી થયો તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org