________________
૨પ૧ દ્વીપ-સમુદ્રમાં તેના એક એક દાણાનો પ્રક્ષેપ કરવા વડે ખાલી કરવો. અને તેની યાદી તરીકે બહારનો ૧ સાક્ષીદાણો મહાશલાકામાં નાખવો. હવે મહાશલાકામાં ૧ દાણો આવ્યો. પ્રતિશલાકા ખાલી થયો. શલાકા ઉપાડી ત્યાંથી આગળલા (૧૦૧૦૧ થી ૧૦૨૦૦મા) દ્વીપ-સમુદ્રમાં તેના એક એક દાણાનો પ્રક્ષેપ કસ્વા દ્વારા ખાલી કરવો. અને તેની યાદી તરીકે બહારનો ૧ સાક્ષીદાણો પ્રતિશલાકામાં જ નાખવો. (ભૂલથી પણ મહાશલાકામાં ન નાખવો). હવે મહાશલાકામાં ૧, પ્રતિશલાકામાં પણ ૧, શલાકા ખાલી, અને અનવસ્થિત ભરેલો છે ત્યારે અનવસ્થિતને જ ઉપાડી, આગળના (૧૦૨૦૧ થી ૧૦૩૦૦મા) દ્વીપ-સમુદ્રમાં એક-એક દાણા નાખવા દ્વારા તેને ખાલી કરવો અને તેની યાદી તરીકે એક સાક્ષીદાણો શલાકામાં નાખવો. હવે શલાકા-પ્રતિશલાકા અને મહાશલાકા એ ત્રણેમાં એક એક દાણો થયો. અને અનવસ્થિત ખાલી થયો.
આ જ ક્રમે વારંવાર મોટા મોટા માપવાળા અનવસ્થિત પ્યાલા બનાવતા જવું. તેને સરસવોથી ભરી પછી પછીના (એટલે કે ૧૦૩૦૧ થી ૧૦૪00માં, ત્યારબાદ ૧૦૪૦૧ થી ૧૦૫O૦માં ઈત્યાદિ રીતે) દ્વીપસમુદ્રોમાં એક એક દાણા નાખવા વડે ઠલવતા જવું. અને તેની યાદી તરીકે એક જ દાણો બહારનો લાવીને માત્ર શલાકામાં જ નાખવાનો, જ્યારે જ્યારે શલાકા ભરાય ત્યારે તેની પૂર્વે (પૂર્વના માપ જેવડો) અનવસ્થિત ભરીને આ શલાકા ઉપાડવો. તેના દાણા આગળ-આગળના દ્વીપ-સમુદ્રમાં નાખી, ઠલવી ખાલી કરવો. પરંતુ તેની યાદી તરીકે ૧ સાક્ષીદાણો પ્રતિશલાકામાં જ નાખવો. એમ કરતાં જ્યારે પ્રતિશલાકા ભરાય ત્યારે તેની પૂર્વે શલાકા અને અનવસ્થિત આ જ ક્રમે ભરી રાખવા પણ ઉપાડવા નહીં કે ઠલવવા નહી. પરંતુ પ્રતિશલાકાને ઉપાડી તેનો એક એક દાણો આગળ-આગળના દ્વીપ-સમુદ્રોમાં નાખવા વડે ઠલવવો. અને તે ઠલવાયો છે એવી યાદી માટે એક સાક્ષીદાણો બહારથી લાવી મહાશલાકામાં નાખવો. આવા ક્રમે આગળ આગળ ચાલતાં જ્યારે મહાશલાકા પ્યાલો પણ એક હજાર યોજન ઉંડો, જગતી અને વેદિકાવાળો, સરસવોથી સાક્ષીદાણા દ્વારા ભરાઈ જાય ત્યારે તેની પૂર્વે આ જ ક્રમે પ્રતિશલાકા-શલાકા અને છેલ્લે જેટલું મોટું માપ થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org