SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ઉત્તરભેદ ૧૩+૧૦+૨+૧+૧=૨૭ ભેદ હોય છે. જો કે મહેસાણા પાઠશાળા વાળી ચોપડીમાં ૨૮ ભેદ છાપ્યા છે. ત્યાં ઔપશમિકભાવના ૨ ભેદ લીધા છે. પરંતુ સ્વોપજ્ઞ ટીકામાં ““પશનિવરિત્રનક્ષપર્વાનિવૃત્તરાખ્યો શાન્ત વાવપ્રાપ્યતે' એવું સ્પષ્ટ કહ્યું છે તેથી આ પ્રેસદોષ હશે એમ લાગે છે. (૯) નવમા ગુણઠાણે પથમિકભાવનું ચારિત્ર ભેદ વધારે હોવાથી મૂલભેદ ૫, ઉત્તરભેદ ૧૩+૧+૨+૨+૧ = કુલ ૨૮ હોય છે. (૧૦) દસમા ગુણઠાણે ઉપરોક્ત નવમા ગુણઠાણાના ૨૮ ઉત્તરભેદમાંથી ક્રોધ, માન, માયા આ ત્રણ કષાય અને ત્રણ વેદ એમ ૬ ઔદયિકભાવના ભેદ વિના શેષ ૨૨ ભેદ હોય છે. એટલે ક્ષાયોપથમિકભાવના ૧૩, ઔદયિકભાવના ૪, (લોભ, મનુષ્યગતિ, શુકલેશ્યા અને અસિદ્ધત્વ), પારિણામિકભાવના ૨, ઔપશમિકના ૨, અને ક્ષાયિકનો ૧ સમ્યકત્વ, એમ ૨૨ ઉત્તરભેદ હોય છે. (૧૧) અગિયારમા ગુણઠાણે માત્ર ઔપશમિકભાવનું જ ચારિત્ર હોવાથી ક્ષાયોપથમિકભાવમાંથી ૧ સર્વવિરતિ ચારિત્ર, અને ઔદયિકભાવમાંથી લોભકષાય ઓછો કરવાથી કુલ ૨૦ ભેદ હોય છે. એટલે કે ક્ષાયોપથમિકના ૪ જ્ઞાન, ૩ દર્શન, અને દાનાદિ ૫ લબ્ધિ, ઔદયિકભાવના મનુષ્યગતિ શુક્લલેશ્યા અને અસિદ્ધત્વ એમ ત્રણ, પારિણામિક ભાવના ૨, ઔપથમિક ભાવના ૨, અને ક્ષાયિકભાવનો ૧ એમ ૨૦ ભેદ જાણવા. (૧૨) બારમા ગુણઠાણે ઔપશમિક ભાવ હોતો જ નથી તેથી તેના ૨ ભેદ ઓછા કરવા અને ક્ષાવિકભાવમાં સમ્યકત્વ તો છે જ પરંતુ ચારિત્ર પણ હવે ક્ષાવિકભાવનું હોય છે. એટલે ૨ ભેદ લેવા. બાકીના ઉપરના ગુણઠાણાની જેમ જાણવા. એટલે ક્ષાયોપથમિકના ૧૨, ઔદયિકના ૩, પારિણામિકના ૨, ક્ષાયિકના ૨, કુલ મૂલભેદ ૪ અને ઉત્તરભેદ ૧૯ હોય છે. (૧૩) તેરમા ગુણઠાણે લાયોપથમિક ભાવ પણ હોતો જ નથી. તેથી તેના ૧૨ ભેદ કાઢી નાખવા. ક્ષાવિકભાવના નવે ભેદ સમજવા. તથા પારિણામિકભાવમાંથી માત્ર ૧ જીવત્વ જ લેવું. તેથી ક્ષાયિકના ૯, ઔદયિકના ૩, અને પરિણામિકનો ૧, કુલ ૩ મૂલ ભેદ અને ૧૩ ઉત્તરભેદ સંભવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy