________________
૨૩૭
ગાથા ૨૧-૩૩-૪૮ મી ગાથા જોવાથી સમજાશે. ક્ષાયોપથમિકમાં ર ભાવ વધારે લીધા છે. અને ઔદયિકમાં ૧ ભાવ ઓછો કર્યો છે.
(૪) ચોથા ગુણઠાણે ક્ષાયોપથમિક ભાવના ૩ જ્ઞાન, ૩ દર્શન, ૫ લબ્ધિ, અને ૧ સમ્યકત્વ એમ ૧૨ ભેદ, ઔદયિકભાવના મિથ્યાત્વ અને અજ્ઞાન વિના ૧૯ ભેદ, પારિણામિકભાવના ભવ્યત્વ-જીવત્વ એમ ૨ ભેદ, તથા ઔપથમિક અને ક્ષાયિકભાવનું સમ્યકત્વ એમ એક એક ભેદ કુલ મૂલ ભાવો સર્વ જીવ આશ્રયી પાંચ અને ઉત્તરભાવો ૧૨,૧૯,૨,૩,૧, કુલ ૩૫ ભેદ હોઈ શકે છે..
(૫) દેશવિરતિગુણઠાણે ક્ષાયોપથમિકભાવના ઉપરોક્ત ૧૨ તથા દેશવિરતિ ચારિત્ર ૧ વધારે એમ ૧૩ ભેદ, ઔદયિકભાવના ઉપરોક્ત ૧૯માંથી દેવગતિ તથા નરકગતિ વિના ૧૭ ભેદ, પારિણામિકના ૨ ભેદ,
પથમિક અને ક્ષાયિકનો “સમ્યકત્વ” સ્વરૂપ ૧ ભેદ એમ કુલ મૂલભેદ સર્વજીવ આશ્રયી પાંચ અને ઉત્તરભેદો ૧૩+૧૭+૨+૧ +૧=કુલ ૩૪ ભેદો હોય છે.
(૬) પ્રમત્ત ગુણઠાણે લાયોપથમિકભાવમાં મન:પર્યવજ્ઞાન સહિત ૪ જ્ઞાન, ૩ દર્શન, દાનાદિ ૫ લબ્ધિ, સમ્યકત્વ ૧, અને સર્વવિરતિ ચારિત્ર ૧, એમ કુલ ૧૪ ભેદ, ઔદયિકભાવના ઉપરોક્ત ૧૭ માંથી તિર્યંચગતિ અને અસંયમ વિના શેષ ૧૫, પારિણામિક-ઔપથમિક અને ક્ષાવિકભાવના પૂર્વની જેમ જ ૨-૧-૧ એમ પાંચ ભાવોમાંથી મૂલ ભેદ સર્વજીવ આશ્રયી ૫, અને ઉત્તરભેદ ૧૪+૧૫+૨+૧+૧=કુલ ૩૩ ભેદ હોય છે.
(૭) અપ્રમત્તગુણઠાણે પ્રમત્તગુણઠાણાની જેમ જ જાણવું. પરંતુ ઔદયિકભાવમાં ૧૫ ભેદમાંથી આદ્ય લેશ્યા ત્રણ ઓછી કરવી જેથી સર્વ જીવ આશ્રયી મૂલભેદ ૫, અને ઉત્તરભેદ ૧૪+૧+૨+૧+૧=૩૦ ભેદ હોય છે.
(૮) અપૂર્વકરણ ગુણઠાણે ક્ષાયોપથમિકભાવમાં ૪ જ્ઞાન, ૩ દર્શન ૫ લબ્ધિ, અને સર્વવિરતિચારિત્ર એમ ૧૩, ઔદયિકભાવના ઉપરોક્ત ૧૨ માંથી તેજો-પા એમ ૨ લેડ્યા વિના ૧૦, પારિણામિકભાવના ૨, પથમિક અને સાયિક ભાવનું સમ્યકત્વ ૧-૧ એમ કુલ મૂલભેદ સર્વજીવ આશ્રયી ૫ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org