________________
૨૨૫
, -
ટીકામાં કહ્યું છે કે - ૩નક્ષત્વવિચૈsfપ દૃષ્ટવ્યા. છેવત્તે પૂર્વશાત્રેપુ પ્રાય एतावन्त एव निर्दिष्टा दृश्यन्त, इत्यत्राप्येतावन्त एवास्माभिः प्रदर्शिताः ।
પારિણામિકભાવ એટલે સહજ સ્વભાવ, કર્મોની અપેક્ષા વિના વસ્તુનો સ્વભાવ માત્ર તે પારિણામિકભાવ, તેના ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવવા એમ ત્રણે ભેદો છે. મોક્ષે જવાની યોગ્યતા એ ભવ્યત્વ, અને મોક્ષે જવાની અયોગ્યતા એ અભવ્યત્વ, ચૈતન્યયુક્તતા તે જીવત્વ, એમ ત્રણ ભેદો જાણવા. જો કે આવા પારિણામિકભાવના ઘણા ભેદો પણ છે. અને તે કારણથી જ તત્ત્વાર્થસૂત્રમાં “નવમવ્યાભવ્યત્વવનિ ” સૂત્રમાં આદિ શબ્દ સૂચવેલો છે. જેમકે જીવમાં જીવત્વ એ પારિણામિકભાવ છે તેમ અજીવમાં અજીવત્વ ચંદ્ર-સૂર્યાદિ વિમાનોનું ગતિમત્વ અઢીદ્વીપ બહાર સ્થિરત્વ, ઈત્યાદિ પણ પારિણામિકભાવ જ છે. પરંતુ પૂર્વાચાર્યોએ આ ત્રણ ભેદની વિવક્ષા કરી છે. એટલે અહીં પણ ત્રણ ભેદો જ કહ્યા છે. આ પ્રમાણે પાંચે ભાવોના ભેદો ૨+૯+૧૮+૨૧+૩ કુલ ૫૩ ત્રેપન ભેદો થાય છે.
- આ પાંચ ભાવોમાંથી બે-ત્રણ-ચાર અથવા પાંચનો જે સમુદાય તે સાન્નિપાતિકભાવ કહેવાય છે. જો કે આવો છઠ્ઠો કોઈ સ્વતંત્ર ભાવ નથી. પરંતુ બાલજીવોને સમજાવવા ઉપરોક્ત પાંચ એકેક ભાવ છે. અને આ ભાવ સમૂહરૂપ-પિંડરૂપ છે એમ જણાવવા. છટ્ટાભાવ રૂપે ગ્રંથકર્તાએ સ્વોપજ્ઞ ટીકામાં ઉલ્લેખ કર્યો છે. તેમાં બે ભાવ સાથે હોય તે દ્વિસંયોગી કહેવાય તેના ૧૦ ભેદ થાય છે. ત્રણ ભાવ સાથે હોય તે ત્રિસંયોગી કહેવાય છે તે ત્રિસંયોગીના ૧૦ ભેદ થાય છે. ચાર ભાવ સાથે હોય તે ચતુઃસંયોગી કહેવાય છે. તેના ૫ ભેદ થાય છે. અને પાંચે ભાવ સાથે હોય તે પંચસંયોગી કહેવાય છે તેનો ૧ ભેદ થાય છે. એમ કુલ ર૬ ભેદો સાન્નિપાતિક ભાવના થાય છે.
દ્વિસંયોગી ભાંગા-૧૦ ૧. ઔપશમિક - ક્ષાયિક [ ૬. ક્ષાયિક - ઔદયિક ૨. ઔપથમિક - ક્ષાયોપશિમક . ૭. ક્ષાયિક - પારિણામિક ૩. ઔપથમિક - ઔદયિક [ ૮. ક્ષાયોપથમિક - ઔદયિક ૪. ઔપથમિક - પારિણામિક | ૯. ક્ષાયોપથમિક - પારિણામિક ૫. ક્ષાયિક - ક્ષાયોપથમિક | ૧૦. ઔદયિક - પારિણામિક ક-૪/૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org