________________
૨૨૪
અસિદ્ધત્વ નામનો બીજો ભેદ આઠે કર્મોના ઉદયજન્ય છે. કારણ કે જ્યાં સુધી આઠમાંના કોઈપણ કર્મોનો ઉદય ચાલુ હોય છે. ત્યાં સુધી સિદ્ધત્વ આવતું નથી. અર્થાત્ અસિદ્ધત્વ જ રહે છે.
અસંયમ એ અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયજન્ય છે.
છ લેશ્યા એ યોગાન્તર્ગત પુદ્ગલવર્ગણાસ્વરૂપ હોવાથી નામકર્માદિના ઉદયજન્ય છે. તથા સ્વોપજ્ઞ ટીકામાં કેટલાક આચાર્યોના મતે મોહનીયના ઉદયજન્ય પણ કહી છે. તથા બાલાવબોધમાં અને સ્વોપન્ન ટીકામાં કેટલાક આચાર્યોના મતે આઠે કર્મોના ઉદયજન્ય પણ કહી છે. પરંતુ તેરમા ગુણઠાણા સુધી શુક્લલેશ્યા હોવાથી યોગાન્તર્ગત હોવાથી એ મત બીજા મતો કરતાં વધારે યુક્તિસંગત લાગે છે. અને ગ્રન્થકારને માન્ય છે.
E
ચાર કષાયો મોહનીય કર્મના ઉદયજન્ય છે. દેવ-નરક-તિર્યંચ અને મનુષ્યાદિ ચાર ગતિઓ ગતિ નામકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ત્રણ વેદો નોકષાય મોહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે તથા મિથ્યાત્વ એ અતત્ત્વની શ્રદ્ધા સ્વરૂપ છે. એટલે કે મિથ્યા તત્ત્વોની શ્રદ્ધા કરવી, અને યથાર્થ તત્ત્વોની અશ્રદ્ધા કરવી તે મિથ્યાત્વમોહનીયના ઉદયથી જન્ય છે. આ પ્રમાણે આ એકવીસે ભેદો જુદા જુદા કર્મોના ઉદયથી થાય છે માટે ઔયિકભાવ કહેવાય છે.
પ્રશ્ન - ઉપર કહેલા ૨૧ ભાવો જેમ જુદા જુદા કર્મોના ઉદયથી છે. તેમ પાંચ પ્રકારની નિદ્રા, સાતા-અસાતા વેદનીય, હાસ્યાદિ ૬ નોકષાય, ચાર આયુષ્ય તથા નામકર્મ અને ગોત્રકર્મના ભેદ-પ્રતિભેદો આ સર્વે ભાવો પણ તે તે કર્મોના ઉદયથી જ આવે છે. તે બધાંનો સમાવેશ આ ઔદિયકભાવમાં કેમ ન કર્યો ?
ઉત્તર - આ ૨૧ ભાવોનું વિધાન ઉપલક્ષણરૂપ જાણવું. તેથી બીજા આવા સર્વે ભાવો ઔદિયક જ કહેવાય છે એમ સમજી લેવું. અહીં તેનું વિધાન ન ક૨વાનું કારણ એવું છે કે પૂર્વાચાર્યોએ પૂર્વશાસ્ત્રોમાં (તત્ત્વાર્થસૂત્રાદિમાં) ૨૧ ભેદો ઔયિકભાવના કહ્યા છે. તેને અનુસારે અમે પણ અહીં એકવીસ જ ભેદો કહ્યા છે. પરંતુ ઉપલક્ષણથી નિદ્રાદિ ભેદો પણ સમજી લેવા. સ્વોપજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org