________________
૨૦૮
ગાથાર્થ- સયોગી, અપ્રમત્ત, અને પ્રમત્ત મુનિ સંખ્યાતગુણા છે. તથા દેશવિરતિ, સાસ્વાદની, મિશ્ર, અવિરતિ, અયોગી અને મિથ્યાત્વી. આ છમાંથી પ્રથમના ચાર અસંખ્યાતગુણા છે. અને છેલ્લા બે અનંતગુણા છે. ૫ ૬૩ ૫
વિવેચન ઉપર કહેલ સૂક્ષ્મસંપરાયાદિ (૧૦-૯ અને ૮) ગુણઠાણાવાળા જીવો કરતાં સયોગી કેવલી તેરમા ગુણઠાણાવાળા જીવો સંખ્યાતગુણા જાણવા. કારણ કે તે જીવો ઉત્કૃષ્ટથી “કોટિપૃથક્ત્વ” બેથી નવ ક્રોડની સંખ્યાવાળા હોય છે. જગચિંતામણિના ચૈત્યવંદનમાં નવ જોડીર્દિ વલિન ઇત્યાદિ પાઠથી જણાવેલું છે. તેના કરતાં અપમત્ત = અપ્રમત્ત ગુણઠાણાવાળા જીવો સંખ્યાતગુણા છે. કારણ કે અપ્રમત્ત મુનિઓ ઉત્કૃષ્ટપદે “કોટિસહસ્રપૃથક્ત્વ” હોય છે એટલે કે બે હજારથી નવ હજાર ક્રોડ મુનિઓ હોય છે. તે કારણથી તેરમા ગુણઠાણાવાળા કરતાં સાતમાવાળા સંખ્યાતગુણા છે. તેના કરતાં પ્રમત્ત મુનિઓ સંખ્યાતગુણા છે. જો કે પ્રમત્ત મુનિઓની પણ સંખ્યા કોટિસહસ્ર પૃથક્ક્સ જ આવે છે તો પણ અપ્રમાદાવસ્થાના કાળ કરતાં પ્રમાદ અવસ્થાનો કાળ જીવોમાં વધારે જ હોય છે. તેથી અપ્રમત્તની સંખ્યા કરતાં પ્રમત્તની સંખ્યા સંખ્યાતગુણી જ રહે છે. સ્વોપન્ન ટીકામાં તથા બાલાવબોધમાં ઉપરોક્ત હકીકત લખી છે. પરંતુ મહેસાણા પાઠશાળા વાળા ગુજરાતી વિવેચનમાં અપ્રમત્તે કોટિશતપૃથક્ક્સ અને પ્રમત્તે કોટિસહસ્રપૃથક્ક્સ લખ્યું છે. એટલે આવો પાઠ પણ બીજા કોઈ શાસ્ત્રોમાં હશે. છતાં બન્નેનો ફલિતાર્થ સંખ્યાતગુણાની બાબતમાં સરખો જ થાય છે.
પ્રમત્ત મુનિઓ કરતાં (૧) દેશિવરતિ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, અને (૪) અવિરતસમ્યગ્દષ્ટિ આ ચાર ગુણઠાણાવાળા જીવો અનુક્રમે અસંખ્યાતગુણા જાણવા. કારણ કે પ્રમત્ત ગુણસ્થાનક તો માત્ર મનુષ્યોમાં જ હોય છે. જ્યારે દેશવિરતિ ગુણસ્થાનક તો ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને પણ હોય છે. અને તે તિર્યંચો અસંખ્યાત પણ સંભવે છે. તેથી દેશવિરતિએ જીવો અસં. ગુણ હોય છે. તેના કરતાં સાસ્વાદની જીવો અસંખ્યાતગુણા છે. (જો કે સાસ્વાદન કાયમ હોતું નથી. ક્યારેક હોય છે ક્યારેક નથી પણ હોતું. તો પણ જ્યારે હોય છે ત્યારે એક-બે-પાંચ જીવો પણ હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જીવો પણ હોય છે.) કારણ કે તે ચારે ગતિમાં આવી શકે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org