________________
૨૦૯ જ્યારે દેશવિરતિ તો માત્ર તિર્યંચ અને મનુષ્યને જ હોય છે. માટે સાસ્વાદની જીવો દેશવિરતિ કરતાં અસંખ્યાત ગુણા છે. તેના કરતાં મિશ્રગુણસ્થાનકવર્તી જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે સાસ્વાદનનો કાલ ફક્ત છ આવલિકા જ છે. અને મિશ્રનો કાળ તો અંતર્મુહૂર્ત છે. તેથી કાલ દીર્ઘ હોવાથી ત્યાં પ્રવેશ પામતા અને પ્રવેશ પામેલા જીવોની સંખ્યા ઘણી હોઈ શકે છે. મિશ્ર ગુણસ્થાનકવર્તી જીવો કરતાં અવિરત સમ્યગ્દષ્ટિ જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે તેનો કાળ તેત્રીસ સાગરોપમથી પણ કંઈક અધિક છે. તેથી તેમાં જીવો વધારે હોય છે. તથા ચોથા ગુણઠાણા વાળા જીવો ચારે ગતિમાં પણ સંભવે છે અને ચોથે ગુણઠાણે જીવો દીર્ધકાળ પણ રહે છે.
અવિરત સમ્યગ્દષ્ટિ કરતાં અયોગી ગુણઠાણાવાળા જીવો અનંતગુણા છે. કારણ કે સર્વે સિદ્ધો અયોગી હોવાથી ભવસ્થ તથા અભવસ્થ બને જીવો સાથે ગણતાં સારી રીતે અનંતગુણા થાય છે. તેના કરતાં મિથ્યાષ્ટિ જીવો અનંતગુણા છે કારણ કે સાધારણ વનસ્પતિકાયના જ માત્ર જીવો (સૂક્ષ્મ-બાદર નિગોદના જીવો) સિદ્ધભગવંતો કરતાં પણ અનંતગુણા છે તો સર્વે મિથ્યાત્વી જીવો તો અસંખ્યાતગુણ હોય જ. આ પ્રમાણે ચૌદે ગુણસ્થાનક ઉપર અલ્પબદુત્વ દ્વાર અહીં કહ્યું. છતાં તેમાં કંઈક વિશેષતા જાણવા જેવી છે. તે આ પ્રમાણેઆ ચૌદ ગુણસ્થાનકમાં ૧-૪-૫-૬-૭-૧૩ આ નંબરવાળાં ૬ ગુણસ્થાનકો આ સંસારમાં કાયમ છે જ. કારણ કે વનસ્પતિકાય આદિમાં મિથ્યાત્વી સદા છે. મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં અવિરતસમ્યગ્દષ્ટિ, દેશવિરતિ–પ્રમત્ત અને અપ્રમત્ત જીવો સદા હોય છે. ભરત-ઐરાવતમાં છઠ્ઠા આરામાં અને ઉત્સર્પિણીના પહેલા બીજા આરામાં આ ગુણઠાણાં કદાચ ન હોય તો પણ તે કાલે મહાવિદેહમાં તો હોય જ છે. તેવી જ રીતે સયોગી કેવલી પણ મહાવિદેહમાં સદા હોય છે. તેથી આ છ ગુણસ્થાનક ધ્રુવ ગુણસ્થાનક કહેવાય છે. અને બાકીનાં આઠ ગુણસ્થાનક આ સંસારમાં સદા હોતાં નથી. ક્યારેક હોય છે. અને ક્યારેક નથી હોતાં. તેથી તે આઠને અધ્રુવ ગુણસ્થાનક કહેવાય છે. તેથી તે આઠ ગુણસ્થાનકોમાંથી ક્યારેક એક જ ગુણસ્થાનક સંસારમાં હોય છે. ક્યારેક બે હોય છે. ક્યારેક ત્રણ, ક્યારેક ચાર, ક્યારેક પાંચ, ક્યારેક છે, ક્યારેક સાત અને ક્યારેક આઠે આઠ પણ હોય છે. તેથી તેના હોવા અને ન હોવાના કારણે ઘણા ભાંગા થાય છે તે સમજાવાય છે. ક-૪/૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org