SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૨૦૭ આશ્રયી સંખ્યાતગુણા છે. કારણ કે બારમે ગુણઠાણે એક સાથે આરોહણ કરતા ૧૦૮ જીવો હોય છે. પૂર્વની સંખ્યા કરતાં દ્વિગુણ હોય તે સંખ્યાતગુણ કહેવાય છે. અને જો દ્વિગુણ ન હોય તો વિશેષાધિક કહેવાય છે. આ વિધાન બને ગુણઠાણામાં વધુમાં વધુ પ્રવેશ કરતા જીવોને આશ્રયી કહ્યું છે. અન્યથા આ બને ગુણઠાણાં ક્યારેક સંસારમાં હોય છે અને ક્યારેક નથી પણ હોતાં, તથા ક્યારેક ક્ષીણમોહમાં એકે જીવ ન હોય અને ઉપશાન્તમોહે હોય એમ પણ બને છે. તેથી આ અલ્પબહુર્વ ઉત્કૃષ્ટપદે પ્રવેશ પામતા જીવોને આશ્રયી એટલે કે જ્યારે વધુમાં વધુ જીવોનો પ્રવેશ હોય તે સંખ્યાને આશ્રયી જાણવું. બારમા ગુણઠાણા કરતાં આઠ-નવ અને દસમા ગુણઠાણાવાળા જીવો વિશેષાધિક જાણવા. કારણ કે આ ત્રણે ગુણઠાણાં બને શ્રેણીઓમાં આવે છે. તેથી ૫૪ - ૧૦૮ એમ કુલ ૧૬૨ જીવો હોઈ શકે છે. તેથી બારમા ગુણઠાણા કરતાં વિશેષાધિક કહ્યા છે. પરંતુ આ ત્રણે ગુણઠાણાઓમાં અરસપરસ સરખા જીવો જાણવા. કારણ કે આ ત્રણે ગુણઠાણે ૧૬૨-૧૬૨-૧૬૨ ઉત્કૃષ્ટપદે પ્રતિપદ્યમાન હોય છે. ૬૨ છે जोगि अपमत्त इयरे, संखगुणा देससासणा मीसा। अविरइ अजोगिमिच्छा, असंख चउरो दुवेणंता॥ ६३॥ (योगिनोऽप्रमत्ता इतरे संख्यातगुणा देशसास्वादना मिश्राः । अविरतयोऽयोगिमिथ्यादृष्टयोऽसंख्यातगुणाश्चत्वारो द्वेअनंतगुणाः ॥६३ ॥) શબ્દાર્થનોનિ = સયોગી કેવલી, મનોજી = અયોગી, અપમત્ત = અપ્રમત્ત, fમચ્છા = મિથ્યાત્વી આ રે = પ્રમત્ત, છમાંથી પ્રથમના સંલપુI = સંખ્યાતગુણા, ર૩ = ચાર, ફેસલાસણા દેશવિરતિ અને સાસ્વાદન, સંવ = અસંખ્યાતગુણા, નીલા = મિશ્ર, કુવે = બે. વિર = અવિરતિ બંતા = અનંતગુણા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy