________________
૨૦૬
ગાથાર્થ ક્ષીણમોહ ગુણઠાણાવાળા જીવો પાંચ અને બેની ઉદીરણા કરે છે. સયોગીકેવલી બેની ઉદીરણા કરે છે. અને અયોગી ભગવાન અનુદીરક હોય છે. ઉપશાન્તમોહવાળા થોડા છે. તેનાથી ક્ષીણમોહવાળા સંખ્યાતગુણા છે. તેનાથી સૂક્ષ્મ-અનિવૃત્તિ અને અપૂર્વ વાળા અધિક છે અને માંહોમાંહે સમાન છે. ! ૬૨ ॥
વિવેચન - બારમા ક્ષીણમોહ ગુણઠાણે વર્તતા જીવો મોહનીય, આયુષ્ય અને વેદનીય વિના શેષ પાંચ કર્મોની ઉદીરણા પ્રથમ સમયથી કરે છે. પરંતુ જ્યારે બારમા ગુણઠાણાની ફક્ત છેલ્લી એક આવલિકા બાકી રહે છે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ આ ત્રણ કર્મો પણ હવે ક્ષય થવા આવ્યાં છે. તેનું કર્મદલિક પણ હવે માત્ર આવલિકા જ રહ્યું છે. તેથી ઉદીરણા સંભવતી નથી. કારણ કે ઉદીરણાનો અર્થ આવલિકા બહારથી લાવવું તે છે. અને અહીં કર્મદલિક આવલિકા માત્ર જ હોવાથી આવલિકા બહાર કર્મદલિક નથી. તેથી આ જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો વિના શેષ નામ અને ગોત્ર એમ બે કર્મોની જ ઉદીરણા છેલ્લી આવલિકામાં હોય છે.
સયોગી કેવલી નામના તેરમા ગુણઠાણે પણ નામ અને ગોત્ર એમ બે જ કર્મોની ઉદીરણા હોય છે. વેદનીય અને આયુષ્યની ઉદીરણા સાતમા ગુણઠાણાથી અટકી ગઈ છે. અને શેષ ઘાતીકર્મો સત્તામાંથી જ ક્ષીણ થયેલાં છે. માટે છ કર્મોની ઉદીરણા તેરમે ગુણઠાણે સંભવતી નથી. તથા અયોગી ગુણઠાણાવાળા જીવો યોગરહિત હોવાથી જ કોઈ પણ કર્મોના અનુદી૨ક જ છે. કારણ કે ઉદીરણા એ એક કરણ છે. સંક્રમ, ઉદીરણા, અપવર્તના, ઉર્તના, ઉપશમના, વગેરે બધાં મળીને આઠ કરણો છે. તે યોગ સ્વરૂપ છે. તેથી કરણવીર્ય જ્યાં હોય ત્યાં જ હોય છે. અયોગી ભગવાનને લબ્ધિવીર્ય અનંતુ હોય છે. પરંતુ કરણવીર્ય હોતું નથી. તેથી કરણવીર્ય વડે થનારી ઉદીરણા પણ નથી.
મા
હવે ચૌદે ગુણઠાણામાં કયા ગુણઠાણે જીવો થોડા અને કયા ગુણઠાણે જીવો ઘણા, તે સમજાવતું ‘‘અલ્પબહુત્વ’’ દ્વાર જણાવે છે. ઉપશાન્તમોહ ગુણઠાણાવાળા જીવો સૌથી થોડા છે. કારણ કે એકી સાથે આ ગુણસ્થાનકને પામતા જીવો (પ્રતિપદ્યમાનની અપેક્ષાએ) વધુમાં વધુ ૫૪ (ચોપન) જ હોય છે. તે કારણથી સૌથી થોડા છે. તેના કરતાં ક્ષીણમોહ ગુણઠાણાવાળા જીવો પ્રતિપદ્યમાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org