________________
૧૭૭
પૃથ્વી-અરૂ-તેલ-વાયુ-વન. | પૃથ્વી-અ-વાયુ-વન-ત્રણ પૃથ્વી-અ -વાયુ-ત્રસ | પૃથ્વી-તેજો-વાયુ-વન-ત્રણ પૃથ્વી-અપ્રતેઉવનત્રસ | અપૂતેજો-વાયુ-વન-ત્રણ
છએ કાયાનો વધ સાથે લઈએ તો એક જ ભાંગો થાય છે. આ પ્રમાણે હવે પછી સમજાવાતા ભાંગામાં જ્યાં જ્યાં ૧ કાયાનો વધ લેવામાં આવે ત્યાં ૬ વડે ગુણવા. ૨ કાયાનો વધ લેવામાં આવે ત્યાં ૧૫ વડે ગુણવા. ૩ કાયાનો વધ લેવામાં આવે ત્યાં ૨૦ વડે ગુણવા. ૪ કાયાનો વધ લેવામાં આવે ત્યાં ૧૫ વડે ગુણવા. ૫ કાયાનો વધ લેવામાં આવે ત્યાં ૬ વડે ગુણવા. અને ૬ એ કાયાનો વધ લેવામાં આવે ત્યાં ૧ વડે ગુણવા.
(૧૦) પહેલા ગુણઠાણે ૧ કાયનો વધ, ૨ અનંતાનુબંધીનો ઉદય, ૩િ ભય, અને ૪ જુગુપ્સા. આ બંધહેતુ વારાફરતી ઉમેરાતા જાય છે. જેથી
ઓછામાં ઓછા ૧૦ અને વધુમાં વધુ ૧૮ બંધહેતુઓ પહેલા ગુણઠાણે એક કાલે એક જીવમાં હોય છે. આ દસ નિયમો બરાબર ધ્યાનમાં રાખીને નીચેના ભાંગા જો સમજવામાં આવશે. તો સુખે સમજાઈ શકે તેમ છે.
પહેલા ગુણઠાણે ઓછામાં ઓછા ૧૦ બંધહેતુ કોઈપણ એક મિથ્યાત્વ ૧, કોઈ એક ઇન્દ્રિયનો અસંયમ ૧, કોઈ પણ એક કાયાનો વધ ૧, અનંતાનુબંધી વિના (પ્રથમાવલિકામાં) ત્રણ કષાય ૩, હાસ્ય-રતિ અથવા અરતિ-શોકનું એક યુગલ ર, ત્રણ વેદમાંથી એક વદ ૧, અને દસ યોગમાંથી એક યોગ ૧, એમ ૧૦ બંધહેતુઓ છે. તેના ભાંગા આ પ્રમાણે થાય છે. કોઈ પણ જીવને પાંચમાંનું એક એક મિથ્યાત્વ હોવાથી પાંચ ભાંગા, તે એકેક મિથ્યાત્વની સાથે વારાફરતી એકેક ઇન્દ્રિયનો અસંયમ જોડતાં ૫૪૫=૨૫ ભાંગા, તેને એકેક કાયવધની સાથે ગુણતાં ૨પ૪૬=૧૫૦ ભાંગા, તેને ત્રણ ક્રોધ-ત્રણ માન, ત્રણ માયા અથવા ત્રણ લોભ એમ ચાર કષાયની સાથે ગુણતાં ૧૫૦૮૪=૬૦૦ ભાંગા, તેને બે યુગલ સાથે ગુણતાં ૬૦૦૪૨=૧૨૦૦ ભાંગા, તેને ત્રણ વેદ સાથે ગુણતાં ૧૨00૪૩=૩૬૦૦ ભાંગા થાય. તેને ૧૦ યોગ સાથે ગુણતાં ૩૬૦૦૦ ભાંગા થાય. આ પ્રમાણે ૧૦ બંધહેતુના ૩૬૦૦૦ ભાંગા થયા.
ક-૪/૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org