________________
૧૬૩
બંધ મિથ્યાત્વની જ સાથે સંબંધવાળો છે. તેથી મિથ્યાત્વ પ્રત્યયિક છે. જો કે મિથ્યાત્વગુણઠાણે જ્યારે આ સોળ પ્રકૃતિઓનો બંધ થતો હોય છે ત્યારે અવિરતિ-કષાય અને યોગ એમ શેષ ત્રણ બંધહેતુ પણ ત્યાં હાજર જ છે. તો પણ તે ત્રણની નિમિત્તતા અહીં ન જાણવી. કારણ કે સાસ્વાદનાદિ ગુણસ્થાનકોમાં ત્રણ બંધહતુ હોવા છતાં પણ આ ૧૬ બંધ નથી. માટે ૧૬ના બંધમાં તે નિમિત્તે નથી.
તથા બીજા ગુણઠાણાના અંતે બંધવિચ્છેદ પામતી તિર્યચત્રિકાદિ ૨૫, અને ચોથાના છેડે વિચ્છેદ પામતી મનુષ્યત્રિકાદિ ૧૦ એમ પાંત્રીસ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વ અને અવિરતિ એમ બે બંધહેતુના નિમિત્તવાળો છે. કારણ કે આ પાંત્રીસનો બંધ પહેલે ગુણઠાણે પણ છે તેથી મિથ્યાત્વના નિમિત્તવાળો પણ છે. અને આ પાંત્રીસનો બંધ બીજાથી આગળના ગુણઠાણામાં પણ છે તેથી અવિરતિના નિમિત્તવાળો પણ છે. પરંતુ પ્રમત્તાદિ ગુણઠાણામાં કષાય અને યોગ હોવા છતાં પણ આ પાંત્રીસનો બંધ નથી. માટે તે બે બંધહેતુને છોડીને મિથ્યાત્વ તથા અવિરતિપ્રત્યયિક બંધ કહ્યો છે. જો કે ૧ થી ૫ ગુણઠાણામાં આ પાંત્રીસનો બંધ યથાયોગ્ય ગુણઠાણે જ્યારે થાય છે ત્યારે ત્યાં જેમ મિથ્યાત્વ, અવિરતિ છે. તેમ કષાય અને યોગ પણ છે. પરંતુ ત્યાં મિથ્યાત્વ અને અવિરતિની પ્રધાનતા હોવાથી કષાય અને યોગ એ ગૌણ હેતુ જાણવા.
ઉપર કહેલી ૧+૧૬+૩૫=પર બાવન પ્રકૃતિઓ વિના બાકીની ૧૨૦પર=૬૮ અડસઠ પ્રકૃતિમાંથી આહારદ્ધિક અને તીર્થંકરનામ કર્મ વિના શેષ ૬૫ પ્રકૃતિઓનો બંધ યોગ વિના શેષ ત્રણ બંધહેતુના નિમિત્તવાળો છે. કારણ કે આ પાંસઠ પ્રકૃતિઓનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણામાં છે. ત્યાં પહેલે પણ આ પાંસઠ બંધાય છે. માટે મિથ્યાત્વ પ્રત્યયિક પણ બંધ છે. બીજાથી પાંચમા સુધી પણ બંધાય છે માટે અવિરતિ પ્રત્યયિક પણ બંધ છે. તથા છઠ્ઠા ગુણઠાણાથી દસમા ગુણઠાણામાં પણ યથાયોગ્ય ગુણઠાણામાં તે ૬પનો બંધ છે. તેથી કપાય પ્રત્યયિક પણ બંધ છે. આ પ્રમાણે ત્રણે બંધહેતુના કાળે તે તે ગુણઠાણે આ પાંસઠ પ્રકૃતિ બંધાય છે. તેથી ત્રિમત્યયિક બંધ કહેવાય છે. માત્ર અગિયારમાં ગુણઠાણાથી તેરમા ગુણઠાણા સુધી યોગ બંધહેતુ હોવા છતાં પણ આ પાંસઠનો બંધ નથી તેથી યોગ પ્રત્યયિક બંધ કહેવાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org