________________
૧૬૨
ગાથાર્થ- સાતાનો બંધ ચારના નિમિત્તે, સોળનો બંધ મિથ્યાત્વના નિમિત્તે, અને પાંત્રીસ પ્રકૃતિનો બંધ મિથ્યાત્વ તથા અવિરતિના નિમિત્તે છે. તથા આહારદ્ધિક અને તીર્થકર નામકર્મ વિના શેષ સર્વે પ્રકૃતિઓનો બંધ યોગ વિના ત્રણ બંધહેતુ નિમિત્તક છે. તે પડે
વિવેચન- મૂલગાથામાં કહેલો પફયા શબ્દ ૩, fમજી, અને મિર્ઝવર આ ત્રણેની સાથે જોડવો. તથા આ ત્રણે પદો પાછળ આવતા સાય, સૌત અને પતિ સાથે અનુક્રમે લગાડવાં. જેથી આવો અર્થ થશે કે સાતાવેદનીયનો બંધ મિથ્યાત્વાદિ ચારે પ્રકારના બંધહેતુના નિમિત્તવાળો છે. સોળ પ્રકૃતિ (નરકત્રિકાદિ)નો બંધ માત્ર એકલા મિથ્યાત્વના નિમિત્તવાળો છે. અને પાંત્રીસ પ્રકૃતિનો બંધ મિથ્યાત્વ તથા અવિરતિ એમ બેના નિમિત્તવાળો છે. ત્યાં સાતવેદનીય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી બંધાય છે. તેમાં પહેલા ગુણઠાણે જે સાતા બંધાય છે તે મિથ્યાત્વના નિમિત્તે બંધાય છે. કારણ કે ત્યાં મિથ્યાત્વ છે. (જો કે પહેલે ગુણઠાણે અવિરતિ-કષાય અને યોગ પણ છે. છતાં મિથ્યાત્વ પ્રધાન હોવાથી શેષ ત્રણ હેતુ તેમાં અંતર્ગત કરવા.) તથા તે સાતા બીજા ગુણઠાણાથી પાંચમા સુધી પણ બંધાય છે. માટે અવિરતિના નિમિત્તે પણ બંધાય છે. (આ ગુણઠાણામાં કષાય-યોગ છે પણ અવિરતિ પ્રધાન હોવાથી તેમાં બન્ને અંતર્ગત જાણવા.) તથા તે સાતા છઠ્ઠાથી દસમા સુધી પણ બંધાય છે, તેથી કષાયના નિમિત્તે પણ તેનો બંધ છે. (જો કે અહીં યોગ પણ નિમિત્ત છે પરંતુ કષાય પ્રધાન હોવાથી યોગને કષાયમાં અંતર્ગત જાણવો) તથા ૧૧-૧૨-૧૩ આ ત્રણ ગુણઠાણે પણ સાતા બંધાય છે. માટે સાતાનો બંધ યોગનિમિત્તક પણ કહી શકાય છે. આ પ્રમાણે સાતાનો બંધ, એકથી તેર ગુણસ્થાનકે હોવાથી ચારે પ્રકારના મૂલહેતુના નિમિત્તવાળો છે.
તથા બીજા કર્મગ્રંથમાં પહેલા ગુણઠાણાના છે. જેનો બંધવિચ્છેદ થાય છે. તેવી નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુંડક, આતપ, છેવટું, મિથ્યાત્વ, નપુંસકવેદ એમ આ સોલ પ્રકૃતિઓનો બંધ માત્ર એકલા મિથ્યાત્વના નિમિત્તવાળો જ છે. કારણ કે જ્યારે જ્યારે આ સોળનો બંધ થાય ત્યારે. ત્યારે નિયમા મિથ્યાત્વ હોય જ છે. અને જ્યારે મિથ્યાત્વ નથી હોતું ત્યારે (સાસ્વાદનાદિમાં) ક્યારે પણ આ સોળ બંધાતી નથી. તેથી સોળ પ્રકૃતિઓનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org