________________
૧૩૬
पम्हलेसा संखेजगुणा तेउलेस्सा संखेजगुणा अलेस्सा अणंतगुणा, काउलेस्सा अणंतगुणा, नीललेस्सा विसेसाहिया किण्हलेस्सा विसेसाहिया, सलेस्सा विसेसाहिया આ પાઠો જોતાં શુકલતેશ્યાવાળા જીવો કરતાં પાલેશ્યાવાળા જીવો સંખ્યાતગુણા છે છતાં પણ બાલાવબોધમાં સંખ્યાતગુણાને બદલે અસંખ્યાતગુણા કહ્યા છે. તથા મહેસાણા પાઠશાળાથી પ્રકાશિત થયેલ કર્મગ્રંથ સાર્થમાં પણ અસંખ્યાતગુણા કહ્યા છે. પરંતુ ટીકામાં સંખ્યાતગુણાનો ઉલ્લેખ છે મૂળ ગાથામાં “રો સંs" પાઠ છે. તેમાં સંખ્યાતગુણ અર્થ પણ નીકળી શકે છે. અને પ્રાકૃત હોવાથી સ્વરપછી આવેલા સ્વરનો લોપ માનીએ તો સંત ના ૪ ની જેમ સંવ ના મ નો પણ લોપ સંભવી શકે છે. તેથી સત્ય શું? તે જાણવું મુશ્કેલ બન્યું છે અને સ્વોપજ્ઞ ટીકાનો આધાર લઈને સંખ્યાતગુણ લખ્યું છે. તથા આ પાલેશ્યાના અધિકારમાં સ્વોપજ્ઞ ટીકામાં 'વતપુ ૨ મનુષ્યતિર્યક્ષ પસ્તેથMાવત્ કહીને યુગલિક મનુષ્યો લેવા કે સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જ લેવા તે વાત અસ્પષ્ટ જ રાખી હોય તેમ લાગે છે. અહીં પણ જો યુગલિક લઈએ તો તેઓ તેજલેશ્યાવાળા બે દેવલોક સુધી જ જાય છે. એ વાત ની સાથે વિરોધ આવે છે. માટે અહીં કંઈક અશુદ્ધપાઠ છપાયો હોય એમ લાગે છે. તથા બાલાવબોધકારે પાછળ એમ પણ લખ્યું છે કે “રોડકંગા ' કહેતાં બે સ્થાનકે અસંખ્યાતગુણા લેવા અને કેટલીક પ્રતિમાંયે એ બે રાશિના જીવ સંખ્યાતગુણા અધિક લખેલા છે તે સુજ્ઞોએ વિચારી જોવું, એમ પણ બાલાવબોધમાં લખેલું છે. પરંતુ ટીકાના આધારે તથા યુગલિકનો ઉત્પાદ ઈશાન સુધી જ હોવાથી સંખ્યાતગુણનો પાઠ જેટલો સંગત લાગે છે તેટલો અસંખ્યાતગુણનો પાઠ સંગત લાગતો નથી. તથા સ્વપજ્ઞ ટીકામાં પાછળ “ Jથાય પરમગુરૂગા' કહીને જે સાક્ષીપાઠ પ્રાકૃતમાં આપ્યો છે. તેમાં સ્પષ્ટ સંખ્યાતગુણા જ કહ્યા છે. તેથી આ બાબતમાં ગીતાર્થો કહે તે પ્રમાણ. પદ્મવેશ્યાવાળા કરતાં તેજોવેશ્યાવાળા જીવો સંખ્યાતગુણ (બાલાવબોધના આધારે અસંખ્યાતગુણ) અધિક જાણવા. કારણ કે સૌધર્મ અને ઈશાન દેવલોકના દેવો સનસ્કુમારાદિ કરતાં (અ) સંખ્યાતગુણા છે. તથા તેજોલેશ્યાવાળા કરતાં કાપોત-લેશ્યાવાળા અનંતગુણા છે. કારણ કે વનસ્પતિકાયના અનંતાનંત જીવોમાં તથા પૃથ્વીકાયાદિ,નરકાદિ, વિકલેન્દ્રિય અને પતિર્યંચમનુષ્યોમાં કાપોતલેશ્યા હોય છે. ત્યાં મુખ્યત્વે વનસ્પતિકાયને આશ્રયી અનંતગુણા છે. કારણ કે અનંત જીવો ત્યાં જ સંભવે છે. તેના કરતાં નીલલેશ્યાવાળા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org