SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ નીલવાળા કરતાં કૃષ્ણલેશ્યાવાળા અધિક અધિક જાણવા. જો કે નારકીમાં અને વનસ્પતિકાયના અનંતજીવોમાં તથા પૃથ્વીકાયાદિ-બેઈન્દ્રિયાદિ સર્વ જીવોમાં કૃષ્ણ-નીલ અને કાપોત એમ ત્રણે લેશ્યા સંભવે છે. તેથી ત્રણે વેશ્યાવાળા સરખા હશે એવું સમજાઈ જાય. પરંતુ અશુભ પરિણામવાળા જીવો હંમેશાં વધારે વધારે જ હોય છે. ભવ્ય-અભવ્ય માર્ગણામાં અભવ્યો સદા થોડા છે. અને ભવ્યો તેના કરતાં અનંતગુણા છે. કારણ કે હવે આગળ કહેવાતા સંખ્યાત-અસંખ્યાત-અને અનંતાના સ્વરૂપમાં અનંતાના જે નવ પ્રકાર છે તેમાંથી અભવ્યજીવો “જઘન્ય યુક્ત અનંત” નામના ચોથે અનંતે છે અને ભવ્યજીવો “મધ્યમ અનંતાનંત” નામના આઠમા અનંતે છે. તેથી જ અભવ્યજીવો ઘઉંમાં રહેલા કાંકરાતુલ્ય અર્થાત્ અલ્પ છે એમ કહેવાય છે. સમ્યક્ત્વદ્વારમાં સાસ્વાદનવાળા સૌથી થોડા છે. તેનાથી પથમિક સમ્યકત્વવાળા જીવો સંખ્યાતગુણા છે. કારણ કે જેટલા ઉપશમસમ્યકત્વ પામે તેટલા બધા જ પડીને સાસ્વાદને આવતા નથી. કોઈક જ પડીને સાસ્વાદને આવે છે. અને સાસ્વાદને ઉપશમ સમ્યકત્વથી જ પડેલા જીવો આવે છે. અન્ય કોઈ સ્થાનેથી આવતા નથી. માટે ઉપશમ કરતાં સાસ્વાદન અલ્પ છે. તથા વળી સાસ્વાદનનો કાળ માત્ર છ આવલિકા જ છે. અને ઉપશમનો કાળ અંતર્મુહૂર્ત છે તેથી પણ ત્યાં (ઉપશમમાં) વધુ જીવો સંભવે છે . ૪૩ मीसा संखा वेयग, असंखगुण खइय मिच्छ दु अणंता । सन्नियर थोव णंता, णहार थोवेयर असंखा ॥ ४४ ॥ (मिश्रास्संख्येया वेदका असंख्येयगुणाः क्षायिकमिथ्यादृष्टी द्वौ अनन्तौ । संजीतरास्स्तोकानन्ताः अणाहारास्सतोका इतरे असंरव्येयाः ॥ ४४॥ શબ્દાર્થ મીસા- મિશ્રજીવો, બંતા= અનંતગુણા, સંલ્લી સંખ્યાતગુણા, નયર સંજ્ઞી અને અસંજ્ઞીજીવો, વેયક વેદકવાળા, થવતા= થોડા અને અનંતગુણા છે. સંg"= અસંખ્યાતગુણા, અહી થોવર અણાહારી થોડા, ઉ= ક્ષાયિક અને, મિચ્છા= મિથ્યાત્વવાળા, ચરમસંથી- ઈતર એટલે આહારી હું બે સમ્યકત્વવાળા, અસંખ્યાતગુણા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy