________________
૧૨૩
આ પ્રમાણે ૯૬ વખત દ્વિગુણ કરવાથી પણ ગર્ભજ મનુષ્યોની સંખ્યા આવે છે. તે સંખ્યા અંકથી આ પ્રમાણે થાય છે.
- ૭,૯૨,૨૮,૧૬૨,૫૧,૪૨,૬૪૩,૩૯,૫૯,૩૫૪,૩૯,૫૦,૩૩૬ થાય છે. આ પ્રમાણે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા અને સંમૂર્ણિમમનુષ્યો અસંખ્યાતા હોય છે પરંતુ બન્નેને સાથે ગણીએ તો અસંખ્યાતા થાય છે તે કેટલા હોય ? તેનું માપ શાસ્ત્રમાં આ રીતે જણાવ્યું છે.
“અસંખ્યાત” એવો જે આંક છે તે નાનો-મોટો અનેક જાતનો હોય છે. એટલે કે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ પડે છે. તેથી ગર્ભજ-સંમૂર્ણિમા બન્ને મનુષ્યોના પ્રમાણ માટે કેવું (કેટલા પ્રમાણવાળું) અસંખ્યાત લેવું ? તે સમજાતું નથી, તેથી તે માપ સમજાવવા ક્ષેત્રથી અને કાલથી એમ બે રીતે શાસ્ત્રમાં માપ આવે છે. તેમાં પ્રથમ કાળથી માપ આ પ્રમાણે છે કેઅસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય થાય તેટલા (ગર્ભજસંમૂર્ણિમ એમ બને મળીને) મનુષ્યો હોય છે. આ કાળથી માપ કહ્યું. હવે ક્ષેત્રથી માપ સમજાવે છે
બે પગ પહોળા કરી, કેડ ઉપર બે હાથ ટેકાવી ઉભા રહેલા પુરુષાકાર પ્રમાણે જે આ લોકાકાશ છે. તે ચૌદ રાજ ઉંચો છે. નીચે સાત રાજ પહોળો છે. કેડ પાસે એક રાજ પહોળો છે. કોણી પાસે પાંચ રાજ પહોળો છે. અને ઉપર એક રાજ પહોળો છે. આવા આકારવાળા લોકાકાશને ટુકડા કરીને જો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે તો સાત રાજ ઉંચો, સાત રાજ પહોળો અને સાત રાજ લાંબો સમચોરસ (શાન્તિસ્નાત્ર વખતે કરાતી પીઠિકા જેવો) આકાર બને છે. તેને સાત રાજનો ઘન કહેવાય છે.
(૧) જેમાં સાતરાજ લંબાઈ-પહોળાઈ અને ઉંચાઈ ત્રણ હોય તે ઘનલોક.
(૨) જેમાં સાતરાજ ઉંચાઈ અને પહોળાઈ, અથવા લંબાઈ અને ઉંચાઈ અથવા પહોળાઈ અને લંબાઈ હોય એમ બે સાત રાજ હોય તે “પ્રતરલોક”
. (૩) અને જેમાં ઉંચાઈ, અથવા પહોળાઈ, અથવા લંબાઈ એમ એક જ માત્ર સાતરાજ હોય. બાકીના બે ભાગો એકેક આકાશપ્રદેશના જ હોય તે ઊભી લાકડી જેવો જે આકાર તેને સૂચિશ્રેણી કહેવાય છે. (સોય જેવો આકાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org