________________
૧૨૪
આવા આકારવાળી એક સૂચિશ્રેણી કે જે સાતરાજ ઉંચી છે. પરંતુ એકેક આકાશપ્રદેશ જેટલી જ લાંબી-પહોળી છે. તેમાં ક્રમશઃ જે અસંખ્યાત આકાશપ્રદેશો ગોઠવાયેલા છે. તેમાં નીચે જણાવાતા માપવાળા ક્ષેત્રમાં એકેક મનુષ્યને બેસાડીએ તો આખી શ્રેણી ભરાતાં એક ટુકડો વધે છે. જો એક મનુષ્ય વધારે હોત તો આખી શ્રેણી ભરાઈ જાત. તેટલા કુલ ગર્ભજ-સંમૂર્ણિમ મનુષ્યો છે.
પ્રશ્ન- એકેક મનુષ્યને કેટલા માપવાળા ક્ષેત્રમાં બેસાડવાનો ? અર્થાત્ એકેક મનુષ્યને આશ્રયી ક્ષેત્રનું માપ કેટલું કેટલું લેવું?
ઉત્તર= આ સાત રાજની ઉંચી સૂચિશ્રેણીમાંથી એક અંશુલ પ્રમાણ ક્ષેત્ર લેવું. તેમાં જેટલા આકાશ પ્રદેશો છે. તેનાં ક્રમશઃ એક પછી એક એમ ત્રણ વર્ગમૂળ કાઢવાં. વર્ગનું જે મૂળ તે વર્ગમૂળ, જેમ ૨૫ એ વર્ગ છે. તેનું મૂળ ૫, એવી રીતે ૩૬ નું મૂળ ૬, ઓગણપચ્ચાસનું મૂળ ૭, એમ અહીં પણ વર્ગમૂળ ત્રણ કાઢવાં. જો કે અંગુલપ્રમાણ આકાશમાં પ્રદેશો અસંખ્યાત છે. તેનાં વર્ગ મૂલ પણ અસંખ્યાત જ થાય. તો પણ સમજવા માટે અસત્કલ્પનાએ અંગુલપ્રમાણ ક્ષેત્રમાં ૨૫૬ આકાશપ્રદેશ કલ્પીએ, તેનું પ્રથમવર્ગમૂળ ૧૬, બીજાં વર્ગમૂળ ૪, અને ત્રીજું વર્ગમૂળ ૨ આવે છે. ત્યાર બાદ પહેલા અને ત્રીજા વર્ગમૂળનો ગુણાકાર કરવો ૧૬૪૨=૩૨, બત્રીસ - બત્રીસ આકાશ પ્રદેશોના ખંડ કરવા. અને એકેક ખંડે એકેક મનુષ્યને ગોઠવવો. સારાંશ કે અંગુલ પ્રમાણ ક્ષેત્રની પ્રદેશરાશિ જો કે છે અસંખ્યાત. તો પણ ૨૫૬ છે એમ કલ્પીએ તો પહેલા અને ત્રીજા વર્ગમૂળનો ગુણાકાર ૩૨ થાય. તેથી બત્રીસ - બત્રીસ પ્રદેશરાશિના એકેક ટુકડે એકેક મનુષ્યને ગોઠવીએ તો સાતરાજની ઉંચી એક સૂચિશ્રેણીના જેટલા ખંડ થાય. તેના કરતાં ફક્ત એક જ મનુષ્ય ઓછો છે. ગર્ભજ-સંમૂર્ણિમ એમ બન્નેની સાથે મળીને આટલી સંખ્યા જાણવી. તેથી મનુષ્ય સૌથી થોડા છે.
મનુષ્યો કરતાં નારકી અસંખ્યાત ગુણ છે. તે આ પ્રમાણે - સાત રાજ લાંબા અને પહોળા એવા પ્રતરક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલી સૂચિ શ્રેણીઓ આવે તે સૂચિશ્રેણીઓના જેટલા પ્રેદેશો થાય તેટલા નારકીજીવો છે. પ્રશ્ન = નારકીનું પ્રમાણ બતાવતાં સાતરાજના લાંબા-પહોળા એક પ્રતરનો અસંખ્યાતમો ભાગ” લેવાનું તમે કહ્યું. પરંતુ અસંખ્યાતમો ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org