SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ કયારેક ૨૪ મુહૂર્ત સુધી પણ ઉત્પન્ન ન થયે છતે ત્રેવીસ મુહૂર્તથી કંઈક અધિકકાળ આ દુનિયામાં સંમૂર્ણિમમનુષ્યો ન હોય એવું પણ બને છે. તેથી સંમૂર્ણિમ મનુષ્યો ક્યારેક આ સંસારમાં હોય છે. અને ક્યારેક આ સંસારમાં નથી પણ હોતા. પણ ગર્ભજમનુષ્યો સદાકાળ હોય જ છે. અને તે પણ સંખ્યાતા જ હોય છે. અસંખ્યાતા કદાપિ હોતા નથી. “ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોય છે” એમ કહ્યું. પરંતુ સંખ્યાતું નાનુ-મોટું અનેક જાતનું હોય છે. તેથી એ નથી જણાતું કે અહીં કેટલી પ્રમાણતાવાળું સંખ્યાતું લેવું. તેથી તે જણાવવા સ્પષ્ટ કરે છે કે-(૧) પાંચમા અને છઠ્ઠા વર્ગનો ગુણાકાર જેટલો થાય તેટલા ગર્ભજ મનુષ્યો છે. કોઈ પણ વિવક્ષિત એક સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવાથી જે આંક આવે તે વર્ગ કહેવાય છે. જેમકે પાંચને પાંચે ગુણવાથી પચીસ આવે છે. તે પચીસ એ પાંચનો વર્ગ જાણવો. આ રીતે પાંચ વર્ગ ક્રમસર કરવા. જેમકે૨૪૨=૪ આ પ્રથમ વર્ગ ૪૮૪=૧૬ આ બીજો વર્ગ. ૧૬૪૧૬=૨૫૬ આ ત્રીજો વર્ગ. ૨૫૬૪૨૫૬૦૬૫૫૩૬ આ ચોથો વર્ગ. ૬પપ૩૬૪૬૫૫૩૬=૪૨૯૪૯૬૭૨૯૬ આ પાંચમો વર્ગ. ૪૨૯૪૯૬૭૨૯૬૪૪૨૯૪૯૬૭૨૯૬=૧૮૪૪૬૭૪૪૦૭૩૭૦૯૫૫૧૬૧૬ આ છઠ્ઠો વર્ગ. આ પ્રમાણે ક્રમશઃ છ વર્ગ બનાવવા. પછી પાંચમા વર્ગની રાશિને અને છઠ્ઠાવર્ગની રાશિને પરસ્પર ગુણવાથી જે આંક આવે તેટલા મનુષ્યો જઘન્યથી પણ અઢીદ્વીપમાં થઈને હોય છે. આ જ આંક બીજી રીતે પણ કરી શકાય છે. (૨) એકની સંખ્યાને ક્રમશઃ છ— વખત દ્વિગુણ-દ્વિગુણ (ડબલ-ડબલ) કરવાથી પણ ગર્ભજ મનુષ્યોની આ જઘન્યસંખ્યા થાય છે. જેમકે (૧) ૧૪૨=૨, (૫) ૧૬૪=૩૨, | (૯) ૨૫૬૪૨=પ૧૨ (૨) ૨૪૨=૪, (૬) ૩૨*૨=૬૪ (૧૦) ૫૧૨*૨=૧૦૨૪ (૩) ૪*૨=૮, T(૭) ૬૪x૨=૧૨૮ | (૧૧) ૧૦૨૪x૨=૨૦૪૮ (૪) ૮x૨=૧૬ ! (૮) ૧૨૮૪૨=૨૫૬ ! (૧૨) ૨૦૪૮૪૨=૪૦૯૬ ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy