________________
૧૨૧
વિવેચન- યથાવાત ચારિત્ર, સૂક્ષ્મસંપરાય ચારિત્ર, અને કેવલજ્ઞાન કેવલદર્શન એમ કુલ ચાર માર્ગણાઓમાં ફક્ત એક શુક્લ લેશ્યા જ હોય છે.
આ ચારે માર્ગણાઓ દસમા ગુણઠાણા પછી જ સંભવતી હોવાથી અને ત્યાં ઉજ્વલ જ પરિણામ હોવાથી શેષલેશ્યાઓ સંભવતી નથી. બાકીની ૪૧ માગણાઓમાં છએ વેશ્યા યથાયોગ્ય રીતે સંભવે છે. (૧) તિર્યંચગતિ, (૨) મનુષ્યગતિ, (૩) દેવગતિ, (૪) પંચેન્દ્રિય જાતિ, (૫) ત્રસકાય, ત્રણ વેદ (૮) ત્રણ યોગ (૧૧) ચાર કષાય (૧૫) મતિ આદિ ૪ જ્ઞાન (૧૯) ત્રણ અજ્ઞાન (૨૨) સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, દેશવિરતિ, અવિરતિ એમ પાંચ ચારિત્ર (૨૭) ત્રણ દર્શન (૩૦) ભવ્ય-અભવ્ય (૩૨) છ સમ્યકત્વ (૩૮) સંજ્ઞી (૩૯) આહારી અને અણાહારી એમ ૪૧ માર્ગણામાં છએ વેશ્યા હોય છે કારણ કે આ તમામ માર્ગણાઓમાં શુભ-અશુભ બધી જ વેશ્યાઓ સંભવે છે. આ પ્રમાણે અહીં લેશ્યા દ્વાર પૂર્ણ થાય છે. હવે અલ્પબદુત્વ નામનું છઠ્ઠું કાર બાસઠ માર્ગણામાં જણાવે છે.
કોઈપણ એક મૂલ માર્ગણાના ઉત્તરભેદોમાં કયા ઉત્તરભેદમાં જીવો ઓછા હોય (હીન હોય) અને કયા ઉત્તરભેદમાં જીવો વધારે હોય એમ જે વિચારવું તે અલ્પબદુત્વ. તે હવે જણાવાય છે. ત્યાં પ્રથમ આ ગાથામાં ગતિમાર્ગણા કહેવાય છે.
મનુષ્યો સૌથી થોડા છે. તેનાથી બે ગતિના જીવો અસંખ્યાત ગુણા છે અને તિર્યંચો અનંત ગુણા છે. અર્થાત્ મનુષ્યો સૌથી થોડા, તેનાથી નારકી અસંખ્યાતગુણા, તેનાથી દેવો અસંખ્યાતગુણા, અને તેનાથી તિર્યંચો અનંતગુણા છે. આ જ વાત વધુ સ્પષ્ટ વિચારીએ.
મનુષ્યો બે પ્રકારના છે. સંમૂર્ણિમ અને ગર્ભજ. જે જીવો સ્ત્રી-પુરુષના સંયોગ વિના વમન-પિત્ત-મલ-મૂત્રાદિમાં જન્મે છે તે સંમૂઈિમ. અને સ્ત્રીપુરુષના સંયોગથી સ્ત્રીના ગર્ભમાં જન્મે છે તે ગર્ભજ. સંમૂર્ણિમ મનુષ્યોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું જ હોય છે. અને આયુષ્ય ઉત્કૃષ્ટથી અંતર્મુહુર્ત જ હોય છે. તેઓની ઉત્પત્તિનો વિરહકાળ જઘન્યથી એક સમય, અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્ત હોય છે. જેથી જુના ઉત્પન્ન થયેલા સંમૂર્ણિમ મનુષ્યોનું અંતર્મુહૂર્તનું જ આયુષ્ય હોવાથી અંતર્મુહૂર્તકાળમાં મરી ગયે છતે અને નવા સંમ્. મનુષ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org