________________
કર્મસ્તવ સંસ્થાન, સંધ૩= સંઘયણ ચાર, નિડ = નીચગોત્ર અને ઉદ્યાતનામકર્મ, કરસ્થિત્તર અશુભવિહાયોગતિ અને સ્ત્રીવેદ, પખવાસંતા= પચ્ચીશ પ્રકૃતિઓનો અંત થાય છે. ક્ષેત્ર મિશ્રગુણસ્થાનકે, વડ = ચુમ્મોતેર, ડુબાડ= બે આયુષ્યન, બબંધક અબંધ થવાથી તે પI
ગાથાર્થ- અનંતાનુબંધી ૪, મધ્યના ૪ સંસ્થાન, ૪ સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોતનામ, અશુભવિહાયોગતિ, અને સ્ત્રીવેદ એમ ૨૫ પ્રકૃતિઓનો બીજે ગુણસ્થાનકે અંત થાય છે. એટલે મિશ્રગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. કારણકે શેષ બે આયુષ્યને પણ અબંધ હોય છે. તે પ 1
વિવેચન- ચોથી ગાથાના અન્તમાં કહેલી ૯ પ્રકૃતિઓ, તથા અનંતાનુબંધી ૪ કપાય, મધ્યન (રથીપ) સંસ્થાન, મધ્યનાં (રથીપ) સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોતનામક, અશુભવિહાયગતિ, અને સ્ત્રીવેદ એમ કુલ ૨૫ પ્રકૃતિને બીજ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થાય છે. એટલે બીજે ગુણઠાણે બંધાય છે પરંતુ ત્રીજે ગુણઠાણે બંઘાતી નથી. કારણકે આ પચ્ચીસે પ્રકૃતિને બંધ અનંતાનુબંધીના નિમિત્તે થાય છે. અને અનંતાનુબંધીનો ઉદય માત્ર બે જ ગુણસ્થાનક સુધી હોય છે. તેથી અનંતાનુબંધીના અભાવના કારણે આ પચ્ચીસ પ્રકૃતિઓનો બંધ ત્રીજે ગુણઠાણે થતો નથી.
બીજે ગુણઠાણે ૧૦૧ બંધાય છે. તેમાંથી આ ૨૫ બાદ કરીએ તે હકીકતથી ૭૬ પ્રકૃતિઓ થાય છે. છતાં ગાથામાં ૭૪ પ્રકૃતિઓ જ મિશ્ર ગુણઠાણે બંધાય એમ કહ્યું છે તેનું કારણ એ છે કે “બે આયુષ્યનો અબંધ” છે. જે આ ગાથાના અન્તિમપદમાં કહ્યું છે. આયુષ્યકર્મ કુલ ૪ છે. નરકાયુષ્ય ૧૬માં પહેલે, અને તિર્યંચાયુષ્ય ર૫માં બીજે નીકળી ગયેલ છે જ. એટલે બાકી રહેલ મનુષ્પાયુષ્ય અને દેવાયુષ્ય આ બે આયુષ્ય પણ ત્રીજે ગુણઠાણે બંધાતાં નથી. તેથી ૨૫+૨=૨૭ પ્રકૃતિઓ ૧૦૧ માં થી ઓછી થાય છે. માટે મિશ્રગુણસ્થાનકે ૧૦૧-૨૭=૩૪ બંધાય છે.
પ્રશ્ન- ૨૫ને બંધવિચ્છેદ કહ્યો અને બે આયુષ્યને જુદો અબંધ કીધો, આમ કહેવાનું કારણ શું ? સીધેસીધો ર9 નો જ બંધવિચ્છેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org