________________
દ્વિતીય કર્મગ્રંથ કેમ ન કહ્યો? બંધવિચ્છેદ અને અબંધ એ બન્ને શબ્દોનો અર્થ તો સરખા જ છે ને ?
ઉત્તર- અહીં બન્ને શબ્દોના અર્થ સરખો નથી. બંધવિચ્છેદ એટલે જે પ્રકૃતિઓ આ ગુણસ્થાનકે બંધમાંથી નીકળી ગઈ. તે હવે પછી ઉપરના કોઈ પણ ગુણઠાણામાં આવવાની જ નથી. ગઇ ત ગઇ, ફરીથી આવવાની નથી. તેને બંધવિચ્છેદ કહેવાય છે. આ પચ્ચીશ પ્રકૃતિનો જે બંધવિચ્છેદ થયો તે પચ્ચીશ ત્રીજે-ચોથે-પાંચ-છ ઇત્યાદિ કોઇ પણ ઉપરના ગુણઠાણામાં બંઘાતી નથી. ફરી ત્યાં ઉમેરાવાની નથી. જયારે “અબંધ” એટલે માત્ર આ ગુણસ્થાનકે ન બંધાય, પરંતુ આગળના ગુણસ્થાનકોમાં પુનઃ બંધાય તે અબંધ. આ બે આયુષ્ય ત્રીજે ગુણઠાણે ન બંધાય, પરંતુ ચોથા ગુણઠાણે પુનઃ બન્ને આયુષ્ય બંધાવાનાં જ છે. અને ૫-૬-૭માં ગુણઠાણે પણ આ બેમાંથી દેવાયુષ્ય બંધાવાનું છે. એટલે આ બે આયુષ્યના અટકતા બંધને બંધવિચ્છેદ ન કહેતાં “અબંધ” કહ્યો છે.
મિશ્રગુણસ્થાનકમાં વર્તતા જીવો નીચે મુજબ ૪ કાર્યો તથાસ્વભાવે કરતા નથી. (૧) અનંતાનુબંધીનો બંધ, (૨) અનંતાનુબંધીનો ઉદય, (૩) પરભવના આયુષ્યનો બંધ, અને (૪) મૃત્યુ. તેથી બાકી રહેલ દેવ-મનુષ્ય આયુષ્યનો અબંધ કહ્યો છે.
જે ૨૫+૨=૨૭ પ્રકૃતિઓ બંધમાંથી અટકી જાય છે, તેમાં ૩ દર્શનાવરણીય કર્મની છે. અનંતાનુબંધી ૪, સ્ત્રીવેદ એમ ૫ મોહનીય કર્મની છે. તિર્યંચ- મનુષ્ય અને દેવ એમ ૩ આયુષ્યકર્મની છે. નીચગોત્ર ૧ ગોત્રકર્મની છે. શેષ ૧૫ નામકર્મની છે. તેથી તે તે કર્મોમાંથી આ પ્રવૃતિઓ ઓછી કરવી. | ૫ |
જ્ઞાનાવરણીય કર્મની ૫ | | આયુષ્યકર્મની દર્શનાવરણીયની ૬ | નામકર્મની પ૧–૧૫ -- ૩૬ મિશ્ર વેદનીયકર્મની રે ગોત્રકર્મની ૨ -૧ - ૧ ગુણસ્થાનકે મોહનીયકર્મની ૨૪- ૧૯ ] અંતરાયકર્મની કે પ ] કુલ
૪૨ = ૧૪
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org