SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ " દ્વિતીય કર્મગ્રંથ આ ૬ કર્મપ્રકૃતિઓનો પ્રદેશોદય હોય અથવા ક્ષય હોય અને સમ્યક્ત્વ મોહનીયને રસોદય હોય તેને ક્ષાયોપથમિક સમ્યકત્વ કહેવાય છે. અનંતાનુબંધી ૪ કપાયો અપ્રત્યાખ્યાનીયાદિમાં ભળીને તે રૂપે ઉદયમાં આવે છે. અને મિથ્યાત્વમિશ્રનાં દલિકો સમ્યત્વમોહનીય રૂપે કરીને જીવ વેદે છે માટે ૬ નો પ્રદેશોદય હોય છે. અને સમ્યક્વમોહનીયનો રસોદય હોય છે. અથવા ક્ષાયિક પામતાં પહેલાં યથાયોગ્ય આ છે ને ક્ષય પણ થતો ય છે. અને સમ્યકત્વ મોહનીયનો રસોદય ચાલુ હોય છે. તેને પણ ક્ષાયાપશમિક સમ્યકત્વ કહેવાય છે. ઉદયમાં આવે તેવા મિથ્યાત્વમોહનીયના રસને હણવો તે ક્ષય અને હાલ ઉદયમાં ન આવતી પરંતુ ઉદીરણા અને અપર્વતનાના બળે ઉદયમાં આવી શકવાના સંભવવાળી મિથ્યાત્વમોહનીયનો ઉપશમ કરવો. તેનું નામ ક્ષય + ઉપશમ = ક્ષયોપશમ તેનાથી મળતો જે સમ્યકત્વ ગુણ લાયોપથમિક.' ' (૩) ઉપરોક્ત દર્શનસપ્તકનો સર્વથા ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રાપ્ત થાય તે ક્ષાયિક સમ્યકત્વ. આ સમ્યકત્વમાં દર્શનસપ્તકની બીલકુલ સત્તા જા હોતી નથી. આ પ્રમાણે ચોથે ગુણઠાણે ત્રણ પ્રકારનાં સમ્યકત્વ હોઈ શકે છે. પરંતુ ભોગોનો ત્યાગ ન હોવાથી અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. - વિરતિને (અણુવ્રત-મહાવ્રતને) યથાર્થ પણે જાણવાં, દેવ-ગુરુ સમક્ષ પૂર્ણપણે સમજીને ગ્રહણ કરવાં, અને ગ્રહણ કર્યા પછી યથાર્થપણે પાલન કરવાં તે જ યથાર્થ વિરતિધરતા છે. તેના ૮ ભાંગા થાય છે તેમાં અન્તિમ આઠમા ભાંગામાં જીવ દેશવિરતિધર અથવા સર્વવિરતિધર કહેવાય છે. પ્રથમના સાત ભાંગામાં અંવિરતિ ગણાય છે. તેમાં પણ પ્રથમના ચાર ભાંગામાં મિથ્યાષ્ટિ છે. અને પછીના ત્રણ ભાગમાં અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy