________________
કસ્તવ
૪૭ સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ સંસારના ભોગ-સુખોને જે ત્યજી શકતો નથી. સંસારના તમામ ભોગસુખોને અસાર-તુચ્છ-હેય સમજવા-જાણવા છતાં તે છોડવા જે અસમર્થ હોય એવા જીવનું જે ગુણસ્થાનક તે અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક.
- આ ચોથા ગુણસ્થાનકે રહેલા જીવો ત્રાણ પ્રકારના સમ્યકત્વવાળા હોય છે (૧) પૉમિક (૨) ક્ષાયોપથમિક (૩) સાયિકસભ્યત્વ.
(૧) જ્યા અનંતાનુબંધી ૪ અને મિથ્યાત્વમોહનીયાદિ દર્શનસિક ૩, એમ કુલ સાત કર્મપ્રકૃતિઓ એવી ઉપશાન્ત કરી હોય કે જે આ સાતમાંની કોઈ એક પણ પ્રકૃતિનો રસદિય કે પ્રદેશોદય ન હોય એવી ઉપશાન્તવાળી જે અવસ્થા તે ઔપશમિક્સમ્યકત્વ. આ સાતે કર્મપ્રકૃતિઓને પોતાના રૂપે ઉદયુથી જે ભોગવવી તે રસોદય, અને સજાતીય એવી પરપ્રકૃતિમાં ભેળવીને પરપ્રકૃતિ રૂપે ભોગવવી તે પ્રદેશોદયે. જેમ કે અનંતાનુબંધી કષાયને અનંતાનુબંધી રૂપે ઉદયમાં ભોગવવા તે તેનો રસ્તોદય, અને અનંતાનુબંધી કષાયનાં દલિકોને અપ્રત્યાખ્યાનીય.આદિમાં ભેળવીને અપ્રત્યાખ્યાનીયાદિ રૂપે ભોગવવાં તે અનંતાનુબંધીનો પ્રદેશોદય અર્થાત્ ક્ષયોપશમ કહેવાય છે. તેવી જ રીતે મિથ્યાત્વમોહનીયને મિથ્યાત્વમોહનીય રૂપે ભોગવવી તે મિથ્યાત્વમોહનીયનો રસોદય અને મિથ્યાત્વમોહનીયને સમ્યકત્વમોહનીય. અને મિશ્રમોહનીય રૂપે બનાવીને ભોગવવી તે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયનો રસદિય કહેવાય પરંતુ મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય.
અર્થાત્ ક્ષયોપશમ કહેવાય છે. પ્રાથમિક ઓપશમિક સભ્યત્વમાં આ ‘દર્શન મોહનીયનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી. સર્વથા શાન્ત અવસ્થા હોય છે. પરંતુ અનંતાનુબંધીનો ક્ષયોપશમ (પ્રદેશોદય) હોય છે. તથા શ્રેણીસંબંધી ઉપશમમાં દર્શનત્રિકની ઉપશમના હોય છે. અને અનંતાનુબંધીની મુખ્યત્વે વિસંયોજના અને મતાન્તરે ઉપશમના હોય છે. ' (૨) જ્યાં અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org