SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ દ્વિતીય કર્મગ્રંથ નિયમો મિશ્ર (ત્રીજા) ગુણસ્થાનકે જ જાય છે. પરંતુ બન્નેની ઉદ્વલના પૂર્ણ થઇ ગયા પછી જો સમ્યક્ત્વ પામે તો અનાદિ મિથ્યાત્વીની જેમ જ ત્રણ કરણ કરવા વડે પુનઃ ઉપશમસમ્યક્ત્વ પામે છે. (૩) મિશ્રર્દષ્ટિ ગુણસ્થાનક અનાદિ મિથ્યાત્વી જીવ ઉપર સમજાવ્યું છે તે મુજબ ત્રણ કર્રણ કરી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી ઉપશમસમ્યક્ત્વની વિશુદ્ધિ વડે જ મિથ્યાત્વપુંજના ત્રણ ભાગ કરી અંતરકરણની સ્થિતિ પૂર્ણ કરી જેવો બહાર આવે તેવો જ જો તે કાળે ત્રણપૂંજમાંથી મિશ્રમોહનીયનો ઉદય શરૂ થાય તો તે આ જીવને ત્રીજું મિશ્રર્દષ્ટિગુણસ્થાનક કહેવાય છે. તેનો જધન્ય ઉત્કૃષ્ટ બન્ને રીતે ફક્ત અંતર્મુહૂર્ત જ કાળ છે. મિશ્રમોહનીયનો ઉદય હોવાથી તે કાળે આ જીવને જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રુચિ પણ નથી હોતી, અને અરુચિ પણ નથી હોતી, નાલિકેર દ્વીપના મનુષ્યોને જેમ ધાન્ય ઉ૫૨ રુચિ-અરુચિ ન હોય તેમ. • આ ગુણસ્થાનક જેમ સમ્યક્ત્વથી પડતાં ત્રણપૂંજમાંથી મિશ્રપુંજ ઉદયમાં આવવાથી આવે છે. તેમજ સમ્યક્ત્વી જીવ મિથ્યાત્વે ગયા પછી સમ્યક્ત્વ-મિશ્ર પુંજની ઉદ્વલના કરતો હોય અને સમ્યક્ત્વપુંજની ઉલના થઈ ચૂકી હોય, મિશ્રપુંજની ઉલના પૂર્ણ ન થઈ હોય તો તે કાળે પણ મિશ્રપુંજ ઉદયમાં કોઇક વખત આવી જાય છે. ત્યારે પહેલા ગુણઠાણેથી પણ આ જીવ મિશ્રગુણસ્થાનકે આવે છે. આ પ્રમાણે મિશ્રગુણસ્થાનક સમ્યક્ત્વથી તથા મિશ્રની ઉલના કરતા એવા મિથ્યાત્વથી પ્રાપ્ત કરી શંકાય છે. અનાદિ મિથ્યાત્વીને સીંધું આ ગુણસ્થાનક આવતું નથી. કારણ કે. તેની પાસે મિશ્રમોહનીય સત્તામાં જ નથી કે જેથી તેનો ઉદય થઇ શકે. (૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક જિનેશ્વર પરમાત્માનો ધર્મ જેને રુચે છે. ગમે છે. સુદેવ-સુગુરુ અને ધર્મની પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ જેને છે તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy