SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જીવમાં અનાદિથી કોઈ એવું તત્ત્વ ભળેલું છે કે જે તેના વિપાકેદય દ્વારા આત્માની ચેતનાને રાગ-દ્વેષ-મહાદિ ભાવયુક્ત કલેશવાળી કરે છે. અને તેના વડે અપૂર્વ-અપૂર્વ કર્મબંધ થાય છે. આત્માને આ અન્યદ્રવ્યનો (કર્મનો) સંયોગ તે જ સંસાર અને આત્માને આ અન્ય દ્રવ્યનો (કર્મનો) જે વિયોગ તે મોક્ષ કહેવાય છે. આ રીતે આત્માની જ સંસાર અને મુક્ત એમ બે અવસ્થા છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગબિન્દુમાં કહ્યું છે કે आत्मा तदन्यसंयोगात्संसारी तद्वियोगतः । स एव मुक्त एतौ च, तत्स्वाभाव्यात्तयोस्तथा ॥ ६ ॥ આ આત્મા પોતાનામાં રહેલી યોગ્યતા (ભવ્યતા)ના બળે અને કાલસ્વભાવાદિ અપેક્ષા કારણોની સાહાધ્યના બળે દોષોને વમતો ગુણોને પ્રાપ્ત કરતો ઉપર-ઉપરના ગુણસ્થાનકોમાં આરોહિત થાય છે. ગુણસ્થાનકનો વિકાસ જેમ જેમ વધે છે તેમ તેમ કર્મોના-બંધ-ઉદય-ઉદીરણા-અને સત્તાનાં બળ ઘટે છે. કર્મોને તોડવાનો માત્ર આ જ એક ઉપાય છે કે દોષોનો હ્રાસ કરવો અને ગુણોની વૃદ્ધિ કરવી, ચૌદે ગુણસ્થાનકોમાં દોષ હાનિ અને ગુણવૃદ્ધિને કારણે જ આ કર્મગ્રંથમાં જણાવ્યા મુજબ બંધાદિની હાનિ યુક્તિયુક્ત ઘટે છે. જો કર્મોને દૂર કરવામાં દોષહાનિ અને ગુણવૃદ્ધિ તરફ ધ્યાન આપવામાં ન આવે તો કર્મો તીવ્ર બનતાં છતાં આ જીવને અનંત દુઃખની ખાણમાં નાખી દે છે. કર્મોની બળવત્તરતા થતાં જીવ દુઃખી અને ગુણોથી પતિત થાય છે. માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.શ્રીએ જ્ઞાનસારાષ્ટકમાં કર્મોની પ્રાબલ્યતા નીચે મુજબ જણાવી છે येषां भ्रूभङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि । तैरहो कर्मवैषम्ये, भूपैर्भिक्षा नाप्यते ॥ २१-२ ॥ आरूढाः प्रशमश्रेणिं, श्रुतकेवलिनोऽपि च ।। भ्राम्यन्तेऽनन्तसंसारमहोदुष्टेन कर्मणा ॥ २१-५ ॥ કર્મોની દારૂણતા સમજીને ઉત્તમ મુમુક્ષુ મહાત્માઓએ તેના વિનાશ અને પરાભવ માટે સદા જાગૃત રહેવું જોઈએ. તથા દિન-પ્રતિદિન વધુ અધ્યાત્મપ્રિય બનવું જોઈએ. લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy