________________
કર્મનું માહાત્મ્ય
સંસારી પ્રત્યેક જીવો (અયોગી વિના) પ્રત્યેક સમયે કર્મ બાંધે છે. આ કર્મ કાર્મણવર્ગણાનું બને છે. કાર્પણ વર્ગણા સમસ્ત લોકાકાશ વ્યાપી છે. જીવ જે આકાશ પ્રદેશમાં વ્યાપીને રહે છે. ત્યાં રહેલી વર્ગણા જ જીવ વડે ગૃહીત થાય છે. તૈલાદિ દ્રવ્યથી સ્નિગ્ધ શરીરને જેમ રજ ચોંટે છે. તેમ રાગ-દ્વેષ અને મોહાદિથી વ્યાપ્ત જીવને આ કાર્મણવર્ગણા ચોંટે છે, કર્મરૂપે બને છે. અને આત્મદ્રવ્યની સાથે ક્ષીરનીરવત્-લોાિગ્નિવતા લોલીભાવને પામે છે.
પ્રતિસમયે બંધાતાં કર્મોની દલિકરચના અબાધાકાળને છોડીને થાય છે. જે કર્મ જેટલી સ્થિતિવાળું બંધાય છે તે કર્મના તેટલા સો વર્ષનો અબાધાકાળ હોય છે. એટલે તેટલા સો વર્ષ પછીના સમયોથી દલિકરચના થાય છે. બધ્યમાન સમયે દલિકરચનાનો આ નિયમ રહે છે. પરંતુ કર્મ બાંધ્યા પછી એક આવલિકા કાળ વીત્યા બાદ તે કર્મમાં અનેક ફેરફારો (કરણ) લાગુ પડે છે.
જે કર્મ જેટલી લાંબી સ્થિતિવાળું અને જેટલા તીવ્ર-મંદ રસવાળું બંધાયું હોય છે તેટલી લાંબી સ્થિતિવાળું કે તેટલા તીવ્ર-મંદ રસવાળારૂપે જ ભોગવવું પડે તેવો નિયમ નથી. બધ્યમાન સમયે અધ્યવસાયને અનુસારે કર્મ બંધાય છે પરંતુ બંધાયા પછી અધ્યવસાયોની પરાવૃત્તિને અનુસારે દીર્ઘસ્થિતિવાળું કર્મ ધૃસ્વસ્થિતિવાળું (અપવર્તના) અને ધૃસ્વસ્થિતિવાળું કર્મ દીર્ઘસ્થિતિવાળું (ઉર્તના) થઈને પણ ભોગવાય છે. તેવી જ રીતે તીવ્રસે બંધાયેલું કર્મ પશ્ચાતાપ-પ્રાયશ્ચિત્ત અને આલોચના વડે મંદરસવાળું થઈને પણ ભોગવાય છે અને મંદસે બંધાયેલું કર્મ પાપપ્રશંસા-અભિમાનાદિ વડે તીવ્રરસવાળું થઈને પણ ભોગવાય છે. તથા બાંધેલાં શુભકર્મો પરિણામની પરાવૃત્તિથી અશુભમાં સંક્રમિત પણ થાય છે અને અશુભ બાંધેલાં કર્મો શુભમાં પણ સંક્રમિત થાય છે. એટલે જીવ પોતાના શુભાશુભ પુરુષાર્થ અને પરિણામના આધારે કર્મોને પરાવર્તિત કરી શકે છે.
જૈન દર્શનકારો જેને “કુર્મ” કહે છે તેને જ અન્યદર્શનકારો કોઈ ‘“અવિદ્યા’” કોઈ ‘“પ્રકૃતિ” અને કોઈ “માયા” કહે છે. પરંતુ જીવને જન્મજરા-મરણ, દુઃખ-સુખ આદિ ચિત્ર-વિચિત્ર પ્રાપ્ત થતી સ્થિતિમાં કોઈને કોઈ હેતુ સર્વ દર્શનકારોએ માનેલ છે. જીવની સાથે આ અન્યતત્ત્વ જો ભળેલું ન હોય તો શુદ્ધ-બુદ્ધ આત્માની અવિકૃતદશાના કારણે જેમ સિદ્ધ પ૨માત્માને કર્મબંધ થતો નથી તેમ સંસારી જીવને પણ બંધ ઘટી શકે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org