________________
૧૪
આ બીજા કર્મગ્રંથનું પણ આજ સુધીમાં અનેકવિધ સાહિત્ય પ્રકાશિત થઈ ચુક્યું છે. દરેકની પોતપોતાની શૈલી હોય છે. અનેક સાધ્વીજી ભગવંતોને અનેક વિષયનું અધ્યાપન કરાવનારા શ્રી ધીરૂભાઈ પંડિત પણ, પદાર્થના એકદમ વિસ્તાર કરવાની ને પ્રારંભમાં જ ઉપર ઉપરની પણ ઘણી માહિતી અધ્યેતાવર્ગને આપી દેવાની શૈલી સાથે શ્રી સંઘસમક્ષ પ્રસ્તુત થયા છે. અને અત્યન્ત વિસ્તૃત વિવેચન શ્રી સંઘના કરકમલમાં પુરસ્કૃત કરી રહ્યા છે. તે તે ગુણકાણે સંભવિત સત્તાસ્થાનો, વિવિધ પ્રશ્ન-ઉત્તર, વિગેરે દ્વારા વિષયને વધુ વિશદ બનાવવાનો તેઓએ હિંમતપૂર્વક પ્રયાસ કર્યો છે જે વિસ્તારરૂચિવાળા જીવોને આનંદપ્રદ બનશે. તેમજ આગળ આગળના ગ્રન્થો સુધી કદાચ ન પહોંચી શકનાર અર્થતાને પણ ઉપર-ઉપરના ગ્રન્થોમાં નિરૂપિત વિષયોનો કંઈક આસ્વાદ જરૂર. મળી રહેશે.
બીજા કર્મગ્રંથના અધ્યેતાઓને એક ખાસ સૂચન કરવાનું મન થાય છે કે આ ગ્રન્થનો વિષય એ માત્ર વાંચી જવાનો વિષય નથી. પણ ગોખીને યાદ રાખવાનો વિષય છે. વારંવાર પુનરાવર્તન દ્વારા આ પદાર્થોને જેઓ અસ્થિમજ્જા જેવા કરી શકતા નથી તેઓને આગળ ત્રીજા વિગેરે કર્મગ્રંથોમાં ગતિ થવી દુષ્કર બની જાય છે ને ડગલેને પગલે અલના જ થયા કરે છે માટે ખૂબ વિસ્તાર જોઈને આ કર્મગ્રંથને માત્ર વાંચવા-સમજવાનો વિષય બનાવી દેવાની ભૂલ ન કરવી.
વિવિધ સાહિત્ય પ્રકાશિત કરવાને શ્રી ધીરૂભાઈનો ઉત્સાહ અદમ્ય છે. ને તદ્રસાત્ તેઓની અનેકગ્રન્થોના વિવેચનાદિની પ્રવૃત્તિ નિરંતર ચાલુ રહેલી જણાય છે. તેઓની આ સાહિત્યયાત્રા શ્રી જૈનશાસનના શ્રુતભંડારને સમૃધ્ધ કરનારી બની રહો એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે વિરમું
લિ. શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિતજયશેખર સૂરીશ્વર શિધ્યાણ મુનિ અભયશેખરવિજય ગણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org