________________
-મુનિ અભયશેખરવિજય ગણિ,
બોલો
અદ્ભૂત છે જૈન શાસન ! એણે આત્માની ઓળખ કરાવી છે. આત્માના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે.
એ સ્વરૂપમાં ભળેલી વિકૃતિઓ અને એનાં કારણો વર્ણવ્યાં છે. (પ્રથમકર્મગ્રંથમાં)
ના, એ એટલેથી જ અટકી ગયું નથી. આ વિકૃતિઓ ક્રમશઃ કઈ રીતે દૂર થાય એનું સવિસ્તર વર્ણન પણ એણે પોતાના વિશાળ શ્રુતસાગરમાં કરેલું છે.
કેટલે કેટલે અંશે વિકૃતિઓને લાસ થવાથી આત્મા સ્વકીય આરોગ્ય તરફ કેટલો કેટલો આગળ વધે છે ? શી શી તેની અવસ્થાઓ થાય છે ? તે તે અવસ્થામાં ક્યા ક્યા દોષો ક્ષીણ થાય છે ? એનાથી આત્માને શું લાભ થાય છે ? વિગેરે રસપ્રદ બાબતોનું વર્ણન એ પણ શ્રી જૈન શાસનની, હા, માત્ર જૈનશાસનની જ મોનોપોલી છે.
વિશ્વમાં પુદ્ગલથી ભિન્ન એવા સ્વતન્ત્ર આત્મદ્રવ્યની ગુણવિકાસની અપેક્ષાએ ૧૪ અવસ્થાઓ- એ. ૧૪ ગુણસ્થાનક કહેવાય છે. ક્યા ક્યા દોષનો કેટલે અંશે હાસ થવાથી કેવા (હણ પ્રગટ થાય છે અને એના પ્રભાવે કેટલા કેટલા કર્મો બંધ-ઉદય-ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ જીવને અસરકર્તા રહ્યા નથી આ બધી બાબતોનું સુંદર નિરૂપણ ગ્રન્થકાર આચાર્યભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે બીજા “કસ્તવ” ગ્રંથમાં કર્યું છે. “એક પંથ દો કાજ” એ નયે તેઓશ્રીએ આ વર્ણન કરવાની સાથે સાથે જ શાસનપતિ શ્રીવીરપ્રભુની સ્તવના કરી લીધી છે. માટે એનું નામ “કસ્તવમાં રખાયું છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org