________________
પ્રફ સંશોધનની સાથે.... સાથે....
માનનીય પંડિતવર્ય શ્રી ધીરજલાલભાઇએ ગત સાલ કર્મગ્રન્થનું પ્રથમ પુસ્તક “પ્રથમ કર્મગ્રંથ કર્મવિપાક” પ્રકાશિત કરી સરલ ભાષામાં કર્મના મર્મને સમજાવવા એક શુભ પ્રયત્ન કરેલ.
અભ્યાસી જીવોની તે ગ્રન્થની અભ્યર્થનાને પોતાના પ્રયત્નની સફળતા સ્વીકારી આ “દ્વિતીય કર્મગ્રન્થ-કમતવ” પંડિતજીની આગવી શૈલીમાં પ્રકાશિત થઈ રહેલ છે.
લખાણમાં કોઈ ભાષાની ભભક નથી કે કોઈ તેવો શબ્દાર્ડબર નથી, માત્ર સીધી-સાદી સરળ ભાષામાં જ્ઞાન પિપાસુ જીવોના હૈયામાં ઉતરી જાય તેવી વિશિષ્ટ શૈલીથી ગ્રંથકારનો આશય બરાબર જળવાય તે રીતે આ વિવેચન છે. લખવાને પ્રયત્ન થયેલ છે.
વિવેચનમાં સામાન્ય ક્રમ મુજબ પ્રથમ ગ્રંથકાર પૂ. આ. દેવ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. રચિત મૂળ ગાથા, છાયા ત્યારબાદ મહત્વના શબ્દોના અર્થ, મૂળ ગાથાનો સામાન્ય અર્થ અને ત્યારબાદ તેના ઉપર વિવેચન સરળ ભાષામાં રજૂ કરેલ છે.
ત્યારબાદ આ જ ગ્રન્થને વધુ સ્પષ્ટ કરવા તેમજ સુગ્રાહ્ય બનાવવા સરળ પ્રશ્નોત્તરી તેમજ વિવેચનમાં આવતા કઠિન શબ્દોના અર્થ આપેલ છે.
આ વિવેચનમાં આત્મવિકાસની ભૂમિકાને અનુરૂપ ગુણસ્થાનકોનું સ્વરૂપ સુંદર રીતે સમજાવેલ છે. તો સાથે સાથે એક સમયે આત્માને કર્મની કેટલી પ્રકૃતિઓ વળગેલ છે તેનું વિશદરીતે વર્ણન કરતાં તે ગુણસ્થાનકોમાં જ ભિન્ન-ભિન્ન વિવક્ષાએ એક આત્માને સત્તાગત કર્મો કેટલાં અને કેવી રીતે હોઈ શકે તેનું સ્પષ્ટીકરણ કરેલ છે.
છેલ્લા ૪૦થી પણ વધુ વર્ષોથી જૈન જગતમાંપૂ.સાધુ-સાધ્વીજી મ.સાહેબોને અધ્યયન કરાવતાં પંડિતજીએ આ વિષયમાં ઊંડું મંથન કરેલ છે. તેમજ દેશ-પરદેશમાં જ્ઞાનાર્થી જીવોને જૈનધર્મનું સ્વરૂપ સમજાવવાનો તેમનો વિશિષ્ટ અનુભવ છે તેથી અનુભવપૂર્ણ તેમનું આ આલેખન પણ અભ્યાસક વર્ગને ખૂબ ખૂબ ઉપકારક બનશે.
આ ગ્રંથના વાંચન-મનન દ્વારા અભ્યાસી આત્માઓ કર્મમુક્તિને પ્રાપ્ત કરે એજ અભ્યર્થના
દોશી રતિલાલ ચીમનલાલ લોદરાવાળા અધ્યાપક હેમચન્દ્રચાર્ય જેન પાઠશાળા અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org