________________
૩૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૬૩. રાણે રાજસિંહ-શેઠ તેજરાજ – - સંઘવી તેજરાજ વિશા ઓસવાલ સીસેદિયા ગેત્રને સરૂપર્યા વંશને જૈન હતું. તે વંશમાં અનુક્રમે ૧ તેજરાજ, ૨ ગજરાજ, ૩ રાજૂરાજ, ૪ દયાળશાહ અને ૫ શામળદાસ થયા. સં. દયાળશાહને (૧) ઉદાજી, (૨) દુદાજી અને (૩) દેવાજી વગેરે બીજા ત્રણ ભાઈઓ હતા. સં. દયાળશાહ રાણું રાજસિં. હિને દીવાન હતા.
દયાલગઢ-કાંકરેલી ગામ અને રાજસાગર તળાવની વચ્ચે એક પહાડી ઉપર સં૦ દયાળશાહે એક કરોડ રૂપિયા ખરચી
બાવન દેરીઓ વાળે નવ માળને એક માટે જિનપ્રાસાદ” બંધાવ્યું, તેમાં જિન પ્રતિષ્ઠા કરવાની બાકી હતી, જે દૂરથી એક વિશાળ કિલ્લા જેવો દેખાવ આપતું હતું, બાદશાહ ઔરંગઝેબ (વિ. સં. ૧૭૧૫ થી ૧૭૬૩) ધર્માધતાથી કે “આ રાણે આ કિલ્લાના બળે સ્વતંત્ર થતાં અમારી આજ્ઞામાં રહેશે નહીં” એ ડરથી આ જિનપ્રાસાદને તેડી નાખવા સં. ૧૭૩૦માં કિલ્લા ઉપર ચડી આવ્યું.
દિવાન દયાળશાહ રાણા તરફથી બાદશાહ સામે લડ્યો અને તેણે બાદશાહને “જિનાલય તે માત્ર બે માળનું છે, કેવળ શિખર જ ઊંચું છે” વગેરે સમજાવી આ જિનપ્રાસાદની રક્ષા કરી હતી, આમ છતાં રાજસિંહ રાણે તેમાં જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા આપતો નહોતો. એવામાં એક નોંધપાત્ર પ્રસંગ બન્ય.
રાજસાગર તળાવની પાળ બંધાતી ન હતી. પાળ તૈયાર થાય, પાણીને ધસારે આવે ને પાળ તૂટી જાય. દીવાન દયાળશાહની પત્ની પાટપદે ધર્માત્મા અને સતી હતી. તેણે રાણાના કહેવાથી એ પળને પાયે નાખે અને જોતજોતામાં પાળ બંધાઈ ગઈ જે ચોમાસાના પાણી વખતે પણ તૂટી નહોતી.
રાણાએ તેના બદલામાં દિવાનની પત્ની પાટમેદની વિનતિથી ફરીવાર ચતુર્મુખ જિનપ્રાસાદ તૈયાર કરી, તેમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org