________________
પંચાવનમું ]
આ૦ હેમવિમલસૂરિ કસોટીનો ઉલ્લેખ કરે છે.
પ્રસંગ એવું બન્યું કે, બાઇ જહાંગીર તથા બેગમ નૂરજહાંએ તેમની પાસે નવરસનું હૂબહુ વર્ણન સાંભળતાં તેઓને અનુભવસિદ્ધ જેવું તે લાગ્યું, આથી તે બંનેને વિચાર આવ્યો કે, “આવો યુવક બ્રહ્મચારી સંન્યાસી બની રહે એ ખુદાની ખફગી (નારાજી) છે.” તેઓએ ખુશફતમને જણાવ્યું કે, “તમે શા માટે હેરાન થાઓ છે? સાધુપણું છેડી સુખેથી અમારા રાજ્યમાં રહે, તમને ૫૦૦ ઘોડેસવારનું ઉપરીપદ આપીશું, અને એક ખૂબસુરત કન્યા સાથે તમારે વિવાહ કરાવીશું. તો તમે અમારી ધારણા મુજબ વિવાહ વગેરે કરો.
પં. સિદ્ધિચંદ્ર તે બન્નેને આને “આકરો જવાબ” વાન્યો કે મને કઈ દુનિયાભરનું રાજ્ય આપે, તો તે મારે ન જોઈએ. મને તે જગદ્ગુરુએ જે સાધુવેશ આપ્યો છે, તેમાં જ સાચી બાદશાહત સમાયેલી છે.”
(પ્રક. ૪૪ પૃ. ૯૪) આ સાંભળી બાદશાહ જીદે ચડે. તેણે હુકમ કર્યો કે, “તમે મારી વાતને માને, અથવા મારા રાજ્યને છેડી બહાર ચાલ્યા જાઓ.”
પં. સિદ્ધિચંદ્રગણિ આ સાંભળી સં. ૧૬૭રમાં આગરાથી માલપુરા ચાલ્યા ગયા. અને પછી બાળ જહાંગીરે ૫૦ સિદ્ધિચંદ્રને મેં જુદા પાડી મહ૦ ભાનુચંદ્રને દુઃખી કર્યા છે, એમ સમજી ૫૦ સિદ્ધિચંદ્રને માલપુરાથી પાછા આગરા બોલાવ્યા. આથી ૫૦ સિદ્ધિચંદ્રજી પાછા આગર આવ્યા. (પ્રક. ૫૫ પૃ૦ ૭૮૬)
૧. નવાંગીવૃત્તિકાર આ૦ અભયદેવસૂરિએ એકવાર યુદ્ધનું વર્ણન કર્યું, જે સાંભળતાં વ્યાખ્યાનમાં બેઠેલ રાજા હાથમાં તલવાર ખેંચી ઉભો થ, આચાર્ય શાંત રસ વર્ણવી તેને ઠંડે પાડે, તેમજ એક રાતે અજિતશાંતિની “અંબરંતર વિયારણીઆહિં” ગાથાના વિવેચનમાં શૃંગાર રસનું હુબહુ વર્ણન કર્યું. તે સાંભળી એક રાજકુમારી તેમની ઉપર આસક્ત થઈ, પરિણામે રાજા તરફથી આચાર્યશ્રી ઉપર આફત ઊતરી, પરંતુ આચાર્યશ્રીએ અશુચિ દેહના બીભત્સરસનું વર્ણન કરી બુદ્ધિપૂર્વક તેને રસ્તો કાઢો હતો.
(આ. વિજયપરિનો દેશનાચિંતામણિ ભાવ ૬ પૃ૧૮૧, ૧૮૨) એજ રીતે સિદ્ધિચંદ્રગણિવરે પણ નવરસોનું બહુ વર્ણન કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org