________________
૩૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જગતસિંહ નામે મહામાત્ય હતો. રાણા જૈત્રસિંહને સમય વિ. સં. ૧૨૭૦ થી ૧૩૦૯ છે. જેત્રસિંહે છ લડાઈ એમાં વિજય મેળવ્યો હતે. (સુખ સંપરાય ભંડારી કૃત “ભારતીય રાજકા ઈતિહાસ”)
દિલ્હીના બાદશાહે મેવાડમાં નાગદ્રહના રસ્તે થઈ ગુજરાત ઉપર હલ્લે કરવાની ગોઠવણ કરી હતી. એ સમયે રાણા જેત્રસિંહે તેની સામે લડીને એ સિન્યને પાછું હઠાવ્યું હતું. તેણે આ૦ જગચંદ્રસૂરિને સં. ૧૨૮૫ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે આહડનગરમાં તપા”નું માનવંતુ બિરુદ આપ્યું, એ સમયથી તે આચાર્યને સમુદાય “તપાગચ્છ' નામથી પ્રસિદ્ધ પામે, રાણે જૈત્રસિંહ અને તેની રાણું પરમ જેન બન્યાં હતાં. તે પછી તેની ત્રણ પેઢીઓ સુધી રાણું અને રાણીઓએ જૈનધર્મનું પાલન કર્યું.'
શણાએ “મેવાડમાં જ્યાં જ્યાં કિલ્લે બને ત્યાં ત્યાં પહેલાં ભ૦ ઋષભદેવનું મંદિર બનાવવું અને તપાગચ્છના આચાર્યોને માનવા, પૂજવા; રાજ્યના રસાલાથી તેમને રાજધાનીમાં પ્રવેશ કરાવે એવી મર્યાદા બાંધી હતી,” જે આજ દિન સુધી ચાલુ હતી. યુવરાજ કુંભાજીનું એક ફરમાન મળે છે, તેમાં આ અંગે સ્પષ્ટતા મળે છે, તે ફરમાન આ પ્રમાણે છે –
स्वस्ति श्री एकलिंगजी परसादातु महाराजाधिराज महाराणाजी श्री कुंभाजी आदेसातु मेदपाटरा उमराव थावोदार कामदार समस्त महाजन पंचकास्य अप्रं आपणे अठे श्रीपूज तपागच्छका तो देवेन्द्रसूरिजीका पंथका तथा पुनम्यागच्छका (पूर्णतल) हेमाचारजजी को परमोद है। धरमज्ञान बतायो सो अठे अणांको पंथको होवेगा जाणीने मानागा पूजागा । परथम (प्रथम) तो आगेसु ही आपणे गढ कोटमें नींव दे जद पहीला श्रीरिषभदेवजीरा देवराकी नी'व देबाडे है, पूजा करे हे, अपे अजुही मानेगा, सिसोदा पगका होवेगा ने सुरेपान (सुरापान) पाँवेगा नहि और धरम मुरजादमें जीव राखणो, या मुरजादा लोपगा जणीने महासत्ता (महासतियों) की आण है और फेल करेगा जणीने तलाक है, सं० १४७१ काती सु० ५ ॥
(–અયોધ્યાપ્રસાદ ગેયલીય કૃત રાજપૂતાને કે જૈન વીર, પૃ. ૩૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org