________________
७४८
જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ અને મહેર યશોવિજયજી ગણિવર વગેરેના ન્યાય ગ્રંથને અભ્યાસ કર્યો. તેમની ૩૦ વર્ષની ઉંમર થતાં ૫૦ ઉત્તમસાગર મહારાજે આશરે સં. ૧૭૫૮માં સ્વર્ગગમન કર્યું.
પં. શાન્તિવિજયજી વિગેરે ૬૦ ઠાણું ધૂલેવાતીર્થની યાત્રાએ આવ્યા. પં. ન્યાયસાગરે ત્યાં દિગમ્બર ભટ્ટારક નરેન્દ્રકતિને હરાવ્યા. તથા ઉજજૈનમાં અને સિદ્ધપુરમાં તેમજ અમદાવાદમાં જિન પ્રતિમા વિધિ ઢંઢિયાને પણ હરાવ્યા હતા.
મંદારના નવાબે તેમનું નિમિત્ત જ્ઞાન સાચું જાણી તેમની પાસે ધનની થેલી મૂકી, લેવા વિનંતિ કરી. પં. ન્યાયસાગરે સં૦ ૧૭૬૩માં તે ન લેતાં શુદ્ધ સંયમી જીવન પાળવા ક્રિોદ્ધાર કર્યો.
તેમણે અમદાવાદથી વિહાર કરી, શત્રુંજય, ભાવનગર, ઘોઘા, ગિરનાર, આબૂ, અચલગઢ, તારંગા, પાટણ, અંતરીક્ષજી, ઔરંગાબાદ, બૂરાનપુર, સૂરત, જબુસર, ખંભાત, નવાનગર વગેરે સ્થાનમાં વિહાર કરી, યાત્રાઓ કરી, ઉત્સવ, મહોત્સવ, પ્રતિષ્ઠા વિગેરે કરાવ્યાં.
તેમને (૧) મણિસાગર, (૨) ઉદયસાગર, (૩) ધીરસાગર અને (૪) જયસાગર એમ ચાર શિષ્ય હતા. આ સિવાય (૫) વીરસાગર શિષ્યનું નામ પણ મળે છે. તે
તેઓ નવાનગરથી વિહાર કરી કેઠ ગાંગડ પધાર્યા. અહીં તેમની તબીયત બગડી, આથી અમદાવાદના જૈનેએ ત્યાં જઈ તેમને અમદાવાદ લાવી, લુવારની પિળના ઉપાશ્રયે પધરાવ્યા. ત્યાં પણ તેમની તબીયત વધુ બગડી. ૪ શિખે તેમની સાથે હતા.
પં. ન્યાયસાગરે સં. ૧૭૯૭ના ભાવ વ૦ ૮ ની સવારે (ઉષાકાળે) અમદાવાદના લુવારની પિળના ઉપાશ્રયમાં સ્વગમન કર્યું. સંઘે તેમની માંડવી બનાવી, “કદમપુરાની વાડીમાં” અગ્નિ સંસ્કાર કર્યો.
મહેધર્મસાગરગણિવરના પટ્ટધર મહેo વિમલસાગરગણિની પરંપરાના...........................“ન્યાયસાગર નિર્વાણ રાસ” બનાવ્યું. ( –જેન ઐતિહાસિક ગૂજરકાવ્યસંચય રાસ નં. ૬ ઠ્ઠ પૃ૬૮થી ૮૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org