________________
૭૨૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
(૧૯) જ. આ૦ હીરવિજયસૂરિએ સં. ૧૬૫૨ ના ભા૦ શુ ૧૧ ના રોજ ઉના નગરમાં સ્વર્ગવાસ કર્યો. તેમની પાટે ગચ્છના નાયક આ. વિજયસેનસૂરિ થયા.
મહે. ધર્મસાગરગણિવરે પણ સં. ૧૯૫૩-૫૪ ના કાશુ. ૯ ના રોજ સૂરતમાં મૂત્રકૃચ્છના રેગથી સ્વર્ગગમન કર્યું.
ભટ વિજયસેનસૂરીશ્વરે સં૦ ૧૬૫૩-૫૪ માં મશુ૦ ૫ ના રોજ અમદાવાદમાં તેમના વિદ્વાન શિષ્ય ૫૦ લબ્ધિસાગરગણિને ઉપાધ્યાયપદ આપ્યું. તેઓએ ૧૮ મહિના ઉપાધ્યાયપદે રહી સ્વર્ગ ગમન કર્યું. નવીપ્રરૂપણું
આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૬૫ માં ઉ૦ લબ્ધિસાગર ગણિના વિદ્વાન શિષ્ય ૫૦ નેમિસાગર ગણિને “ઉપાધ્યાય બનાવ્યા, જેમ મહે. ધર્મસાગર ગણિવર તપગચ્છના નાયકે પ્રત્યે અત્યંત રાગી હતા તેમ ઉ૦ નેમિસાગર ગણિ તથા પં, ભક્તિસાગર ગણિ મહે૦ ધર્મસાગર ગણિવર પ્રત્યે અત્યંત રાગી હતા. તેઓને “સાગરમત”ની નવી પ્રરૂપણામાં વધુ રસ હતો. આથી તેઓએ સાગરમતની નવી પ્રરૂપણને વ્યવસ્થિત રૂપ આપવા ૩૬ બોલ બનાવી, તેનું વિવરણ લખી તેના આલાવારૂપે નવાં પાનાઓ લખાવી, તૈયાર કરાવ્યાં અને ૩ ચોમાસામાં તથા પજુસણમાં બાર બેલના પટ્ટને બદલે ૩૬ પ્રરૂપણાના આલાવાનાં પાનાં વાંચવાનું ચાલુ કર્યું. આંતર કલેશ
સર્વજ્ઞશતક'માં ખરગ૭વાળા પ્રત્યે જે આક્ષેપ કર્યા હતા તે કઈ કઈ અંશે સ્વગ૭ નાયકોને પણ લાગુ પડતા મનાયા હતા. આ પાનાંઓને પ્રચાર થતાં તપગચ્છના આંતર કલેશમાં ઘી હોમાયું. આ માટે ઉલ્લેખ મળે છે કે–
. सूत्रम्-आगम-व्यवहारिवचनानुयायिनमुत्सूत्रकन्दकुद्दालग्रन्थकर्तारं हीलयन्तोऽर्हदादीनामाशातनया परित्यक्तसम्यक्त्वा इति वयं वदामः ।
(બેલ; ૨૯મો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org