________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
૭૧૯ ૩. શાસ્ત્રવિરુદ્ધ અને પરંપરા વિરુદ્ધ પ્રરૂપણ કરનારા ઠપકાને પાત્ર થશે. ૪. દિગંબરની પ્રતિમા, શ્રાવકે પ્રતિષ્ઠા કરેલી જિનપ્રતિમા, તથા દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનેલ પ્રતિમા સિવાયની સર્વ જિનપ્રતિ
માઓ વાંદવા-પૂજવા યોગ્ય છે. તેમાં અચકાવું નહીં. પ. ઉપર નિષેધ કરેલી જિનપ્રતિમાઓ પણ સ્વપક્ષને ત્યાં હોય તે વંદનીય છે. ચારીત્રધારીએ વાસપેક્ષ કરેલ સર્વ જાતની જિન
પ્રતિમા વંદનીય છે. ૬. શાસ્ત્રોમાં સાધુની પ્રતિષ્ઠા કહેલી છે. બીજા ગવાળા સાધુ
છ દર્શન પૈકી જૈન દર્શનના જ સાધુ છે, તે તેને સ્થાપનાનિપેક્ષે પણ જેન સાધુતા જ મનાય. ૭. સ્વામીવાત્સલ્યમાં પરપક્ષી આવીને જમે તે સ્વામીવાત્સલ્યનું ફળ
નાશ પામતું નથી. ૮. શાસ્ત્રમાં નિપુન ૭ (૯) બતાવ્યા છે, તે સિવાયના બીજાઓને
નિહનવ કહેવાથી સમ્યક્ત્વ રહે નહીં. ૯. પરપક્ષીઓ સાથે કરેલી તીર્થયાત્રાનું ફળ નકામું જતું નથી. ૧૦. પરપક્ષી સાથે ઉદેરીને ચર્ચા કરવી નહીં. સામી વ્યક્તિ ઉદેરીને
ચર્ચા કરે તે તેને શાસ્ત્રાધારથી શાંતિપૂર્વક જવાબ દેવે. કલેશ
વધે તેમ કરવું નહીં. ૧૧. આ. વિજયદાનસૂરિએ “કુમતિકુદ્દાલ” ગ્રંથને ચતુર્વિધસંઘની વચ્ચે જળશરણ કરાવી, અપ્રમાણ કરાવ્યું. તે ગ્રંથનું એક વચન
પણ જેમાં હોય તે ગ્રંથને પણ અપ્રમાણુ માન. ૧૨. પરપક્ષનાં અવિરેાધી સ્તવન, સ્તુતિ વગેરે બોલવાં, કેમકે જિન
સ્તુતિ કરનારા સુકૃત પિંડને ભરે છે.
આ બાર બેલેને પટ્ટ ગીતાર્થોએ ત્રણ માસી અને પર્યુષણ પર્વમાં સર્વસ્થળે વાંચવાનું નક્કી કર્યું.
આ બાર બેલના પટ્ટની નીચે આ મુનિસમેલનમાં હાજર રહેલા સર્વ ગીતાર્થો અને મુનિવરોના હસ્તાક્ષર કરવામાં આવ્યા. તે આ પ્રમાણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org