________________
૧૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
બીજે દિવસે ખંભાતના ખરતરગચ્છના શ્રાવકેએ ખંભાતમાં વ્યાખ્યાન થયા પછી ગચ્છનાયકને પૂછ્યું કે, “આ અભયદેવસૂરિ કયા ગચ્છમાં થયા ?” ગચ્છનાયકે કહ્યું કે, “ખરતરમાં થયાને પ્રઘાષ છે. ખરતરગચ્છના શ્રાવકોએ તુરત જ કહ્યું : “તે આપ એટલું જ લખી આપો એટલે લેશ મટી જાય.” ગચ્છનાયકે આ હીરવિજયસૂરિને આ શબ્દો લખી આપવા આજ્ઞા કરી. આ૦ હીરવિજયસૂરિએ તરત જવાબ આપે કે, “ગુરુદેવ! હું હમણાં ધ્યાનમાં બેસું છું તે મધ્યાહ્ન પછી લખી આપીશું.”
ખરતરગચ્છના શ્રાવકે મધ્યાહ્ન પછી ફરીવાર વિનંતિ કરવા આવ્યા, ત્યારે આ હીરવિજયસૂરિ લખી આપવાની તૈયારી કરતા હતા. એવામાં ખંભાતને સં. ઉદયકરણ અને વૃ૦ પાસદત્ત વગેરે શ્રાવકેએ આવીને પૂછયું કે, “ગુરુદેવ ! શું લખી આપે છે ?” ગચ્છનાયકે યથાર્થરૂપે વસ્તુ જણાવી. એટલે સં. ઉદયકરણ વગેરે સંઘે જણાવ્યું કે “આ અંગે આપના ઉપર મહેતુ ધર્મસાગરજીને કઈ પત્ર છે? તેમને પત્ર આવે તે પછી વિચારીને, લખી આપવું ઠીક રહેશે. આમાં કંઈ ફેરફાર હશે તે “મિચ્છામિ દુકકડ” આપી શકાશે.
એ જ સમયે મહેપાધ્યાને પત્ર આવી પહોંચ્યું, તેમાં જણાવ્યું હતું કે, “આ૦ અભયદેવસૂરિ ખરતર નહતા. ખરતરગચ્છ પિતાની નવી પ્રરૂપણ કરી છે અને શાસ્ત્ર વિરુદ્ધ ૩૬૦ બોલ પ્રરૂપ્યા છે.” વગેરે હકીકતે માટેના ૨૧ ગ્રંથના સાક્ષી પાઠે હતા. - ભ. વિજયદાનસૂરિ, આ૦ હીરવિજયસૂરિએ આ પત્ર વાંચી નકકી કર્યું કે, “આ ગ્રંથોને લેપાય નહીં, તે હવે ખરતરગચ્છવાળાને કઈ લખી આપવું નહીં.”
ખરતરગચ્છના ભાઈઓ ખંભાતમાં ત્રીજે દિવસે ફરીથી લખાણ માગવા આવ્યા. ગચ્છનાયકે જણાવ્યું કે, “મહાનુભાવ! આ અભયદેવસૂરિ “ખરતર હેાય એવા સ્પષ્ટ શબ્દ બતાવો. તે જ લખી આપીએ.” પરિણામે ખરતરગચ્છના શ્રાવકે ઊઠીને ત્યાંથી ચાલ્યા ગયા.
ગચ્છનાયકે મહોપાધ્યાયજીને પત્ર લખી નાખે કે, “અમે ખરતર લખી આપ્યું નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org