________________
જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ શ્રી હેમવિમલસૂરિ શિષ્ય પં. ચારિત્રસાધુગણિના ઉપદેશથી વીરમપુરસંઘે રંગમંડપ કરાવ્યું.
(અમારે “જૈનતીર્થોને ઇતિહાસ, પૃ. ૩પ૦) મહોચારિત્રરત્નમણિ માટે જૂઓ પ્રક. ૫૦, પૃ. ૪૫૯, ૪૬૧
૨. સં. ૧૫૭૨ના અષાડ સુદિ ૧૫ ના રોજ રાવલ વિરમવિજય રાજેયે વિમલનાથપ્રાસાદે તપાગચ્છ વિમલચંદ્રગણિ ઉપદેશથી વિરમ ગિરિસંઘે નવચોકી કરાવી. (નાકડા તીર્થને શિલાલેખ)
ભ૦ હેમવિમલસૂરિવરે બે પટ્ટધરે બનાવ્યા. તે આ પ્રકારે૫૫. ભ૦ હેમવિમલસૂરિ
(૧) ૬. ભ૦ આનંદવિમલસૂરિ–તેમને જન્મ સં. ૧૫૪૭માં ઈડરમાં શા. મેઘજી ઓશવાલની પત્ની માણકદેવીની કુક્ષિથી થયે. તેમનું નામ વાઘજી પાડયું, સં. ૧૫૫રમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે દીક્ષા લીધી અને મુનિ આનંદવિમલ નામ રાખવામાં આવ્યું. સં. ૧૫૬૮માં સિદ્ધપુરમાં ઉપાધ્યાય પદ, નામ ઉ૦ અમૃતમેરૂગણિ સં. ૧૫૭૦માં ડાભલામાં આચાર્યપદ, નામ આ. આનંદવિમલસૂરિ અને ઇડરમાં ગચ્છનાયક પદ મળ્યું, સં. ૧૫૮૨ના વૈ૦ શુ ૨ને રેજ કિદ્ધાર કર્યો. - સં. ૧૫૯૬ના ચિત્ર સુદ ૭ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસ કર્યો.
(જૂઓ પ્રકટ પદમું) તપાગચ્છ લઘુશાખા-હર્ષકુલ સેમ શાખા પટ્ટાવલી ૫૫. ભ૦ હેમવિમલસૂરિ–સ્વ. ૧૫૮૩ના આ૦ શુ૧૦
(૨) ૫૬. ભડ સૌભાગ્યહર્ષસૂરિ તેમને સં. ૧૫૫૫માં વડનગરમાં જન્મ થયો. સં. ૧૫૬૩માં ભ૦ હેમવિમલસૂરિના હાથે દીક્ષા થઈ. મુનિ સૌભાગ્યહર્ષ નામ રાખ્યું, સં. ૧૫૮૩માં વિસનગરમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે આચાર્યપદ મળ્યું. સં. ૧૫૮ન્ના જેઠ સુદિ ૯ને રવિવારે ખંભાતમાં ગચ્છનાયક થયા અને સં. ૧૫૯૭ના કા૦ સુત્ર ૧૨ ના રોજ સ્વર્ગગમન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org