SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૧ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ કરનારા, ક્રિયાભ્રષ્ટ, સપરિગ્રહી અને તાંબાના લેટ, તાપણી–પાતરાં રાખનારા યતિઓને ગચ્છમાંથી કાઢી મૂક્યા. આચાર્ય શ્રી મેટા તપસ્વી હતા. સાધુવૃદ્ધિ તેમણે લગભગ ૫૦૦ સ્ત્રી-પુરુષોને દીક્ષા આપી હતી. તેમની આજ્ઞામાં ભ૦ આનંદવિમલસૂરિ, આ સૌભાગ્યહર્ષસૂરિ, શતાથી પં. હર્ષકુલ ગણિ, પં. ચારિત્રરત્નગણિ વગેરે ૧૮૦૦ સાધુઓને પરિવાર હતો. ભટ્ટારકના સાધુ જીવનની સુવાસ સ્વગચ્છ અને પરગથ્થોમાં ખૂબ ફેલાઈ હતી. આથી લંકાગચ્છના ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિ, ઋષિ જગાજી, ઋષિ જીવા વગેરે ૬૮ જણાએ પિતાને ગચ્છ તછ દઈ, તેમની પાસે સંવેગી દીક્ષા લીધી. આથી તેમની ગ૭માં “દ્ધિાર કરવાની ભાવના” સતેજ બની હતી. પ્ર–પટ્ટધર ભ૦ સુમતિસાધુસૂરિ અને ભ૦ હેમવિમલસૂરિએ ઈડરમાં સં. ૧૫૭૦માં ઉપા૦ અમૃતગણિને આચાર્ય આનંદવિમલસૂરિ બનાવી પિતાની પાટે સ્થાપન કર્યા. તથા પ. રત્નશેખર અને પં. માણેકસાગરને ઉપાધ્યાયો બનાવ્યા. ઉપસર્ગ ભ૦ હેમવિમલસૂરિ ઈડરથી વિહાર કરી ખંભાત જતા હતા. રસ્તામાં કપડવંજમાં દેશી આણંદજીએ તેમનું બાદશાહી સ્વાગત કર્યું. આથી ગુજરાતના બાદશાહ દાઉદશાહના પુત્ર બાદશાહ મુજફરશાહ બીજા (સં૧૫૬૭ થી ૧૫૮૩) એ કેઈએ ચાડી ખાતાં, ઈર્ષાથી બળી જઈ આચાર્યશ્રીને પકડી કેદ કરવા હુકમ કર્યો. આચાર્યશ્રીને ચૂસેલ પહોંચતાં આ હુકમના ખબર મન્યા, એટલે તે ગચ્છનાયક ત્યાંથી રાહેરાત નીકળી સેજિત્રા થઈ ખંભાત પહોંચી ગયા. બાદશાહના માણસે એ સં. ૧૫૭૨માં ખંભાત પહોંચી ભ૦ હેમવિમલસૂરિને પકડી કેદમાં નાખ્યા, અને ખંભાતના સંઘને ૧૨૦૦૦ ટકા દંડ કરી, તેની પાસેથી તે રકમ વસૂલ કરીને આચાર્યશ્રીને છૂટા કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy