________________
૬૮૨
જેન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પ્રતિકાર
આચાર્યશ્રીએ ફરી ફરી આવા ઉપસર્ગો ન થાય તે માટે આયંબિલનું તપ” કરી સૂરિમંત્રનો જાપ કર્યો. અધિષ્ઠાયક દેવે જણાવ્યું કે, “આક્ષેપ કરે, ધન પાછું વળશે.” એટલે આચાર્યશ્રીની આજ્ઞાથી ૧ શતાથી પં. હર્ષકુલગણ, ૨ ૫૦ સંઘર્ષગણિ. ૩ પં. સંયમકુશળ ગણિ અને ૪ શીઘ્રકવિ પં૦ શુભશીલગણિ એમ ચાર ગીતાર્થો ચાંપાનેર ગયા, અને બાદશાહને કાવ્યકલા તેમજ ઉપદેશથી રંજિત કરી ખંભાતના સંઘને ૧૨૦૦૦ ટકાની રકમ બાદશાહ પાસેથી પાછી અપાવી.
(-પ્રક. ૪૪, પૃ. ૨૧૨, ૨૧૩ ૭મે બા મુજફર;
સં૦ ૧૬૩૬ની તપાગચ્છ લઘુ પિશાળ પટ્ટાવલી) પ્રતિષ્ઠા
આચાર્યશ્રીએ સં. ૧૫૬૩ ના વૈ શુ. ૧૧ ને ગુરુવારે નાણાવટી સેમાક શ્રીમાલીના ભ૦ આદિનાથના ચતુર્વિશતિ પટ્ટની પ્રતિષ્ઠા કરી. આ પટ્ટ ઈડરમાં વિરાજમાન છે. સં. ૧૫૭૮ના માહ વદિ ૮ને રવિવારે પાટણમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. જુદ વિહાર
ગચ્છનાયકને ઉપસર્ગ નડયો. આવા કપરા સમયમાં બે ગચ્છનાયકેએ એક સાથે વિચરવું તેમાં જોખમ સમાયેલું હતું. આમ વિચાર કરી, ભ૦ હેમવિમલસૂરિ તથા ભ૦ આનંદવિમલસૂરિ બંને ગચ્છનાયકોએ જૂદા પડી, જુદે જુદે વિહાર કર્યો. દીક્ષાઓ
ભ૦ હેમવિમલસૂરિએ સં. ૧૫૪૮ના ઈડરના કોઠારી સાયર શ્રીપાલે કરેલા ઉત્સવ પછી લગભગ ૫૦૦ સ્ત્રી-પુરુષને દીક્ષા આપી હતી. આ આનંદવિમલસૂરિ જુદા વિચરતાં કુમરગિરિ (કુણગેર) ચોમાસુ રહ્યા. ધર્મોપદેશ
કુણગેરમાં એક વિક્રમી નામે ભાવિકવલી શ્રાવિકા હતી. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org