________________
૬૭૬ જૈન પરંપરાને ઇતિહાસભાગ ૩ [ પ્રકરણ
ભ૦ સુમતિસાધુસૂરિ સાવધાન હતા. તે સમજી ગયા કે “આ બંને આચાર્યો પોતપોતાને નવ પટ્ટધર સ્થાપી અવશ્ય ગચ્છભેદ કરશે.”
આચાર્યશ્રી ચેતી ગયા. આથી તેમણે આ બેમાંથી કેઈને પિતાની પાટે ગચ્છનાયક સ્થાપ્યા નહીં.
ગચ્છનાયકશ્રી સં. લીલાચંદ, સં. કાલુ, સં. જાગજીવ, સં- હેમજી, સંઇ ખીમજી, સં૦ લાખ વગેરેના છ'રી પાળતા યાત્રાસંઘમાં આ૦ હેમવિમલસૂરિ વગેરે પરિવારની સાથે શત્રુ જયની યાત્રાએ પધાર્યા. ત્યાંથી આવતાં જ લાલપુરમાં આવીને ફરીવાર “સૂરિમંત્રની આરાધના” કરવા બેઠા. સૂરિમંત્રના અધિષ્ઠાયક દેવે ગચ્છનાયકને જણાવ્યું કે, “તમે આ બંનેને “ગણનાયક” બનાવ્યા, તે ઠીક કર્યું નથી. તે બંને અવશ્ય ગચ્છભેદ કરશે.” દેવીસંકેત
અધિષ્ઠાયકે “આ હેમવિમલસૂરિની પાટે ન ગચ્છનાયક કોને બનાવવો” તેને આચાર્યશ્રીને સંકેત આપે. આથી ભ૦ સુમતિસાધુસૂરિએ આ૦ હેમવિમલસૂરિની પાટે પ્રથમ આ૦ દાનધીરને સ્થાપન કર્યા, પણ તે નવા આચાર્ય ૬ મહિનામાં જ કાળધર્મ પામ્યા.
એટલે ગચ્છનાયક ભ. સુમતિસાધુસૂરિએ સં. ૧૫૭૦ માં ડાભલામાં કે પાટણમાં ઉપા૦ અમૃતમેરુ ગણિને આચાર્યપદ આપી આ૦ હેમવિમલસૂરિની પાટે સ્થાપન કર્યા, અને તેમને જ આ૦ હેમવિમલસૂરિની પાટે ગચ્છનાયક આ આનંદવિમલસૂરિ બનાવ્યા.
૧. સંકેત અક્ષરે
ભ૦ સુમતિસાધુસૂરિને અધિષ્ઠાયકે શું સંકેત આપે તે સમજાતું નથી. બનવા જોગ છે કે, અધિષ્ઠાયકે દ, ન, આ એમ ત્રણ અક્ષરે આપ્યા હોય.? આ હિસાબે આ દાનધીર નામ બરાબર હતું. પણ તેઓ ૬ મહિનામાં સ્વર્ગવાસી થયા. એટલે ભ૦ સુમતિસાધુસૂરિએ એ જ અક્ષરેને શંકાનાં વાતો ગતિઃ એ ન્યાયે અનુક્રમ બદલી બીજા નવા આચાર્યનું આ૦ આનંદવિમલસૂરિ નામ સં. ૧૫૭૦માં આપ્યું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org