________________
$UXA
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ જૈન પરંપરાને ઈતિહાસ ભાગ ૩ જે
(પ્રક. ૫૪ પૃ. ૬૭૪) આ પાનામાં અશુદ્ધ છપાઈ ગયું છે. તેને બદલે અહીં નીચે પ્રમાણે શુદ્ધ જાણવું.
૧ ઉદા શ્રીમાલીના વંશના માંડવગઢના લઘુશોલીભદ્ર સં. જાવડ શ્રીમાળી થયે. (-પ્રક. ૪પ, પૃ. ૩૧૯ થી ૩૨૨)
૨ પં. શ્રી વિમલગણિના શિષ્ય પં. ધનવિમલગણિ લખે છે કે
સંઘપતિ જાવડે ભ૦ સુમતિસાધુસૂરિને ૮૪ હજાર ચોખંડા (ખંડ રૂપૈયા) ખરચી માંડવગઢમાં નગર પ્રવેશ કરાવ્યું. અને ૧૫ લાખ ચાખંડા ખરચી તેમના હાથે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
(દહા ૯૧ થી ૯૪) (–તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્નાવલી છંદ. પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨
1 પૃ૦ ૧૩૩ થી ૧૪૪) ૩ સમહર્ષશાખાના ભ૦ સોમસુંદરસૂરિ વિ. સં. ૧૬૧૨ જે. સુ૧૩ ને જ લખે છે કે
સં૦ જાવડે ભ૦ સુમતિસાધુસૂરિના ઉપદેશથી ૧ લાખ ચોખંડા રૂપિયા ખરચી અગિયાર શેર સેનાની એક પ્રતિમા અને બાવીશ શેર રૂપાની બીજી એક પ્રતિમા. એમ બે જિન પ્રતિમાઓ ભરાવી. તથા બીજી પણ ઘણી જિનપ્રતિમાઓની ભ૦ સુમતિસાધુસૂરિના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી, આ ઉત્સવમાં ૧૧ લાખ ખરચ્યા.
૪ સં. ૧૫૪૭ મહા વદિ ૧૩ રવિવારે માંડવગઢમાં સં. જાવડની ભગવાન શાન્તિનાથ વગેરે ૧૦૪ ધાતુ તીથીની જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
(૧) આ પ્રતિમાઓ પૈકીની ભ૦ શાન્તિનાથની પ્રતિમા વિજાપુરમાં ભ૦ ચિંતામણું પાર્વનાથના જિનાલયમાં વિદ્યમાન છે.
(૨) ભ૦ કુંથુનાથની પ્રતિમા આગરામાં મોતી કટરાના ભ૦ સૂર્યપ્રભસ્વામીના જિનાલયમાં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org