SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તથા પં. ધમકીતિ ગણિએ શોધી હતી. અને પં. વિદ્યાન તેને પ્રથમ આદર્શ લખ્યો હતો. આ ટકા સં૦ ૧૩૦૪ થી સં. ૧૩૨૩ ના ગાળામાં બની હોવાનું સંભવે છે. ૪૮. આ યશભદ્રસૂરિ–તેઓ ઈડર પાસેના રાયખડની વડાવલીમાં આવેલા ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં આચાર્ય બન્યા હતા. ૪૯. આ રત્નાકરસૂરિ તેમનું બીજું નામ આ૦ રત્નસિંહ પણ મળે છે, તેમના ઉપદેશથી શેઠ જયંત શ્રીમાલના પુત્ર લાડણે સં. ૧૩૪૭ના અષાડ વદિ ૯ ને ગુરુવારે આશાપલ્લીમાં શ્રી વિદ્યાસિંહની પત્ની વૈજલદેવીના પુત્ર મન્મથસિંહે રચેલા સૂરાવાર મહાવ્ય ધર્માધાર, મં૦ ૪૩૪૦ ની ચાર પ્રતિએ લખાવી તથા સાંડેકના ભ૦ મહાવીરના જિનપ્રાસાદના વહીવટદાર શેડ મેખ પિરવાડના પુત્ર વણધનના પુત્ર પેથડે સં. ૧૩૫૩ માં માવતીસૂત્ર ટીકા સહિત લખાવ્યું હતું, જેને (૪૮) આ મતિલકસૂરિ તથા તેમના શિષ્ય હર્ષકીતિગણિએ સં. ૧૪૫૩ માં વીજાપુરમાં વ્યાખ્યાનમાં વાંચ્યું હતું. આ સમયે દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજીના સૂબા અલખાને “સં૦ ૧૩પ૧ માં ગુજરાતમાં મુસલમાની રાજ્યની સ્થાપના કરી. અને સં. ૧૩૬૯ માં હિંદુ તીર્થોને વિનાશ કર્યો, શત્રુંજય મહાતીર્થનો ભંગ કર્યો, મંદિરે તેડ્યાં અને પ્રતિમાઓને ખંડિત કરી.” આથી પાટણના શાહ સોદાગર સમરાશાહ ઓસવાળે સુબા અલફખાનને જ પ્રસન્ન કરી, તેની સમ્મતિથી શત્રુંજયતીર્થનો પંદરમે મેટે ઉદ્ધાર કરાવ્યો. અને ઉપકેશગચ્છના આ સિદ્ધસે. નસૂરિના હાથે સં૦ ૧૩૭૧ ના માહ સુદિ ૭ ના રોજ શત્રુંજયતીર્થ ઉપર નવા જિનપ્રાસાદમાં ભ૦ ઋષભદેવની નવી પ્રતિમાની નવી પ્રતિષ્ઠા કરાવી, અષ્ટાપદાવતાર જિનપ્રાસાદ તથા દેશલવસહી બંધાવ્યાં. આ પ્રતિષ્ઠા–ઉત્સવમાં ત્યાં ઘણા જૈનાચાર્યો ઉપસ્થિત હતા. (પ્રક. ૩૫, પૃ. ૧૯૫) તપગચ્છના આ૦ રત્નાકરસૂરિ પણ ત્યારે ત્યાં હાજર હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy