________________
૫૬૨
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પદમા આ૦ સોમજયના શિષ્ય પં. સત્યશેખરગણિ, (૫૦ સત્યહંસગ૦)એ સં. ૧૫૩૨ કાસુ. ૧૫, સેમવારે આ સેમદેવસૂરિના રાજ્યમાં ઉપાડ વિશાલકીર્તિને માટે “પ્રતિકમણ” લખ્યું.
(૫૫) પં. સંચમરુચિગણિ (૫૬) પં. કુલેદયગણિ. માંગરોલના જૈનસંઘના ગ્રંથભંડારના નારચંદ્રટિપ્પણની પુષિકા
શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય–સોમદેવસૂરિ–શિષ્ય-સંયમરુચિગણિ શિષ્ય કુદયગણિએ સં૦ ૧૪૭૬ બીજા જેઠ સુદ ૧૦, મંગલવારે “નારચંદ્ર ટિપ્પણ” લખ્યું.
મલબાર ગ૭ના છઠ્ઠા આ૦ નવરચંદ્રસૂરિવરે “નારચંદ્ર” નામે જ્યોતિષ મુહૂર્ત ગ્રંથ અને તેમના પટ્ટધર આ૦ સાગરચંદ્રસૂરિએ તેનું ટિપ્પણ બનાવ્યાં છે. આ ટિપ્પણની વિવિધ પ્રતમાં ઘણું પાઠાન્તરે મળે છે.
(જેન ઇતિ પ્રક. ૩૮, પૃ. ૩૩૪,
દિનશુદ્ધિ વિશ્વપ્રભા પ્રસ્તાવના પૃ. ૯) ગચ્છમેળ
આ૦ સેમદેવ આચાર્યપદમાં ભ૦ લક્ષમીસાગરથી મોટા હતા પણ આ૦ લક્ષ્મીસાગર ભ૦ રત્નશેખર પછી પ૩ માં ગચ્છનાયક બન્યા. આથી તે ચતુર્વિધ સંઘના નાયક બન્યા.
આ વસ્તુ કદાચ આ૦ સોમદેવને ખટકતી હશે, પણ તેમણે પોતાની પરંપરાને સ્થિર કરવા માટે પિતાના શિષ્ય ઉ૦ શુભ રત્નને સંતુ ૧૫૧૭માં જ, તરત આચાર્યપદવી આપી આ સુધાનંદના નામે પિતાની પાટે સ્થાપ્યા. ઉપાડ રત્નમંડન ગણિવર ઉ૦ શુભ રત્નથી મોટા હતા. તે ઉપાધ્યાય જ રહ્યા ઉક્ત પદવી આપવાથી આ સોમદેવ અને ઉપા૦ રત્નમંડન વચ્ચે ઝગડે પડ્યો.
ભ૦ લમીસાગરસૂરિ માળવામાં ત્રણ વર્ષ વિચરીને ગુજરાતમાં આવ્યા. ત્યારે આ ઝગડે ભયંકર રૂપ લે, એમ લાગ્યું, પણ ભ. લીસાગર શાંત હતા, મધુરભાષી હતા, તપસ્વી હતા. સંઘ ઉપર તેમને ભારે પ્રભાવ હતો. તેમણે ખંભાત આવી, આ ઝગડો શમાવ્યો. અને દેવગિરિના શેઠ મહાદેવે કરાવેલા ઉત્સવમાં એવી વ્યવસ્થા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org