________________
પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ પપ૧ ધર્મશાળા, દેવાલ, વાવ, કૂવા, તળાવ વગેરે નવાં કામ કાઢી, જનતાને તે કામમાં જોડી, વર્ષભરની રેજીનાં સાધને ઉભાં કરતા હતા.
આપણને પ્રાચીન કાળના અને વર્તમાનકાળના લેક જીવનમાંથી બે જાતની મનનીય વિચારધારાઓ મળે છે. તે આ પ્રમાણે–
(૧) તે સમયે જનતા માનતી હતી કે “હજારે મરે, પણ હજારોને પાલક ન મરે” આવી લોકમાન્યતા હોવાથી સૌ કઈ રાજા અને ધનવાની પુરી રક્ષા કરતા હતા.
તે સમયના ધનવાનો ઘણું ધન એકઠું કરી રાખતા, પરંતુ પિતાના અંગત એશઆરામ કે બીજા અન્ય ઠેકાણે ખરચતા નહીં માત્ર ખરેખર અવસર આવે ત્યારે જનતાને મદદ કરવામાં જ તે સંગ્રહ કરેલા ધનને લગાવતા. જો કે રાજા પોતાના નોકરોને અને ધનવાન શેઠે મુનિમ ગુમાસ્તા વિગેરેને નાનો પગાર આપતા. પરંતુ તેઓના ઘરે લગ્ન વિગેરે જરૂરી ખરચના પ્રસંગે આવે, ત્યારે જરૂરી ખરચની મદદ આપી, તેના પ્રસંગને પતાવી દેતા હતા. તેને પુરી મદદ કરતા હતા. ત્યારે આવી લોકશાહી હતી. આવી હમદર્દી હતી.
(૨) હાલમાં તો ભારતના વકીલ, બેરીસ્ટર, સોલીસીટર, ડૉકટર, શેરહેલ્ડર, કમીશન એજન્ટ, અને ઉદ્યોગપતિઓ વગેરે ધનવાને બની, પિતાના ધનને માત્ર મજમજાહ એશઆરામ અને માનઅકામમાં જ ઉડાવે છે.
ભારતનાં કાળી મહેનતથી જડેલા ધનને જુદા જુદા બાનાથી બીજા દેશમાં લઈ જઈ ઠલવે છે, જોકે આજકાલ દેશનેતા ખુરશી મેળવવા માટે સાધારણ જનતાને મીઠી મીઠી વાત કરી, ખુશ કરી, ખુરશી મેળવે છે. પરંતુ તે ખુરશી ઉપર બેસતાં જ માત્ર પિતાને કે પિતાના ઘરને સમૃદ્ધ બનાવે છે. નગરપાલિકાની સડક, સાફસુફી, વિજળીબત્તી, પાણીના નળ, ટટ્ટીખાનાં, વગેરે સાધનોની વ્યવસ્થા. પિતાના ઘર કે મહેલા પુરતી જ હોય તો માત્ર તેને જ “સારી ગ્રામ સુધારણ” બતાવે છે. અને આવી પ્રવર્તી રહેલી લેકશાહીને પંપાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org