________________
ઉપર
જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ તે સમયના દાનવીર જેનો
(૧) સં. ૧૫૫માં મેટે દુકાળ પડ્યો ત્યારે ખંભાતના શેઠ રામપવિત માટે ૩ દાનશાળાઓ સ્થાપના કરી. તેણે સં૦ ૧૪૭૨માં ભ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી ૧૧ અંગ ગ્રંથ લખાવ્યા.
(૨) મંત્રી નાગરાજે પણ આ દુકાળમાં દાનશાળાઓ બનાવી પ્રજાને મદદ કરી.
(૩) સં. ૧૫૩૯-૧૫૪૦માં માટે દુકાળ પડ્યો. ત્યારે હાલાને શાહ ખીમે દેદરાણી, માળવાના મંત્રીઓ મેઘ, સં. જીવણ, પાટણને ખીમજી પોરવાડ, ગુજરાતના મંત્રી સુંદર ગદરાજ, મંત્ર શાહ શાહ, મં૦ વીકે શ્રીમાલી, માળવાના શેઠ સૂરા–વીરા, સિરોહીના સં૦ ખીમજી, સં૦ કુત, સં. ઊજળ-કાજા પિરવાડ, પાટણના સં. ખીમજી, સં૦ સહસા, માંડવગઢને મ. સહસા પિરવાડ વગેરે જેનેએ સ્થાને સ્થાને સત્રાગારે બનાવી પ્રજાને પાણી અને અનાજની મેટી મદદ કરી. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૧)
સં. ૧૫૪૧ માં સુકાળ થતાં જ ૫૦ સેમચારિત્રગણિએ “ગુરુગુણરત્નાકર કાવ્ય” સગ: ૪ બનાવ્યું.
પ્રભાવક જૈને–આ સમયે મુસ્લિમ યુગના અંધકારમાં પણ ઘણું ધર્મપ્રભાવક જેને થયા. તે આ પ્રકારે
સં૦ મેઘજી તે માંડવગઢના બા૦ ગ્યાસુદ્દીન ખીલજી (સં. ૧૫૨૫ થી ૧૫૫૮)ને મિત્ર હતે (પ્રક. ૪૬, પૃ૦ ૪૧૧, ૧૨) તેને મફર મલેકનું બિરૂદ હતું, તેને સં૦ જીવણજી નામે ભાઈ હતે.
આ કુટુંબ ભર સામસુંદરસૂરિનું ભક્ત હતું. આ ભાઈઓએ ભ૦ લક્ષમીસાગર, આ૦ સેમજયસૂરિના ઉપદેશથી માંડવગઢમાં દરેક જેનેના ઘરમાં લહાણું કરી, દશ-દશ શેરના લાડવા બનાવી, તેમાં ચાર ચારમાસા પ્રમાણ એકેક સોનામહોર મૂકી વહેંચી હતી. આ ભાઈઓએ દુકાળમાં લાખો ટકાની રકમ ખરચી, દાનશાળાઓ સ્થાપિત કરી. તેના મુનિમ દેવીએ ૨૪ જિનાલ બનાવ્યાં હતાં અને તેની ભ૦ લમીસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
(ગુરુગુણરત્નાકર કાવ્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org