________________
૫૫૦
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ નાનો ભાઈ ગુજરાતને એક વર્ષ સુધી પાળવા અનાજ વસ્ત્રો વિગેરેમાં જેટલી જોઈએ તેટલી બધીય રકમ આપશે.” પછી તે મહાજને અને ખીમાએ ચાંપાનેરની બાદશાહી કચેરીમાં જઈ બ૦ મહમ્મદને આ વાત જણાવી. તેમજ તે ખરચાની પુરી રકમ હવાલાથી બળદની ગાડીઓમાં ભરી ભરીને ચાંપાનેરના રાજભંડારમાં એકલી દીધી.
વિ. સં. ૧૫૪૦નો દુકાળ ઉતર્યો. પ્રજા જીવતી રહી. ૧૫૪૧માં સુકાળ થયે. બાદ મહમદ બેગડાએ “આ માનવ પ્રેમથી પ્રસન્ન થઈ” જેનેનું શાહ બિરદ કાયમ રાખ્યું.
(ખીમા હડાલિયાને રાસ) નોંધ : ભારતમાં ઘણી વાર દુકાળો પડે છે. પણ ઈતિહાસ કહે છે કે, “રાજા તથા ધનવાન ત્યારે જરૂરી મદદ પુરી પાડી, મનુષ્ય વિગેરેને સૌને બચાવી લેતા હતા.”
રાજાઓ-બાદશાહો દુકાળમાં કિલ્લે બનાવો, વાવ તળાવ કૂવા દાવવા, વગેરે રેજીનાં કામ કાઢી, પિતાની પ્રજાને રાહત મળે, તેવી યેજના કરતા હતા. આવા પ્રસંગે પ્રજાને રાહત આપનારા ધનવાને બહુમાન પાન આપી, રાજપ્રિય, બનાવતા હતા.
જેમકે– મહમદ બેગડાએ (૧) વિ. સં. સં. ૧પર૫ ના દુકાળમાં અમદાવાદને કિલ્લો બનાવી, પ્રજાને કામ આપી રક્ષણ કર્યું.
(–પ્રક. ૪૪, પૃ. ૧૯૭, ૧૯૬, ૨૧૦) (૨) બા. મહમ્મદશાહે મદન શ્રીમાળીના વંશજ કપાસાગર સદાનંદને સં૦ ૧૫૦૮ અને ૧પ૨૫માં દુકાળમાં પ્રજાને મદદ કરવા બદલ મેંટે ઉત્સવ કરી વછેરકનો ખીતાબ આપી નવાજ્ય.
(–પ્રક. ૪૪, પૃ. ૨૦૯, પ્ર. ૪૫ પૃ૦ ૩૯૫) (૩) તેમજ હડાલાના ખીમા દેદરાએ સં. ૧૫૪૦ માં ગુજરાતની પ્રજાને અનાજ પુરું પાડવાના બદલામાં જ મહાજનનું શાહ બિદ કાયમ રાખ્યું.
( –પ્ર. ૪૪, પૃ. ૨૨૧, પ્ર. ૫૩, પૃ. ૫૪૯) ધનવાનો પણ ધર્મનાં સ્થાન જેવાં કે-જિનાલયે, ઉપાશ્રય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org