________________
વેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસરિ ૫૪૯ એમે દેદરાણું
તેનું દેદરાણી ગોત્ર હતું તે હડાલાને વતની હતે ગર્ભશ્રીમંત છતાં સાદે, પિતૃભક્ત અને ધર્મપ્રેમી જેન હતો.
વિ. સં. ૧૫૩૯-૪૦માં ગુજરાત તથા માળવામાં માટે દુકાળ પડ્યો. એક વર્ષ તે પ્રજાએ જેમ તેમ કરી ચલાવ્યું. પણ બીજુ વર્ષ પસાર કેમ કરવું? એ માટે પ્રશ્ન હતો.
મહમદ બેગડાએ એક દિવસે ચાંપાનેરમાં જેના ભેજકને બેલાવીને સખ્તાઈથી હુકમ કર્યો કે-ઠાકર તું જ્યારે ને ત્યારે જ્યાં ત્યાં બબડયા કરે છે કે, “શાહ તે શાહ, અને પાદશાહ તે પા-શાહ” (એટલે “શાહ તે પૂરે શાહ, અને પાદશાહ તે પાવલી શાહ”) તું બાદશાહને શાહથી આવી રીતે હલકે બતાવે છે. આજે તારા તે બબડાટની કટી થવાની છે. જે સાંભળ. “ગુજરાત ભરમાં મેટે દુકાળ છે. મારી પ્રજા ભૂખી મારે છે. તેને પૂરી મદદ આપી, એક વર્ષ જીવતી રાખવાની અનિવાર્ય જરૂર છે. પણ જો તારા શાહ મારી આ ગુજરાતની પ્રજાને મદદ આપી, એક વર્ષ સુધી પાળે, તે તે શાહ સાચા, પણ જે તે તેમ કરી શકે નહીં તો યાદ રાખજે કેઆજથી જ તેઓનું શાહ બિરુદ બંધ કરવામાં આવશે.
બસ ! ભેજક મુંઝાયે. તેણે ચાંપાનેરના મહાજનને બાદશાહને આ હુકમ કહી સંભળાવ્યો. અને મહાજનની પ્રશંસા કરી સૌને શાહ-બિરૂદની રક્ષા માટે તૈયાર કર્યા.
ચાંપાનેરના જેનેએ આખા ગુજરાતને પૂરા એક વર્ષ સુધી અનાજવસ્ત્ર પૂરાં પાડવાની ચેજના ગોઠવી. તેઓને ખાતરી હતી કે ચાંપાનેર, પાટણ, અમદાવાદ, ખંભાત, ધોળકા, ધંધુકા, વગેરે શહેરોમાંથી આની પૂરી વ્યવસ્થા થશે જ. ચાંપાનેરના આગેવાન જેને આ માટે ચાંપાનેરમાંથી મોટી રકમની ટીપ કરી બીજા શહેરમાં જવા નીકળ્યા. પરંતુ તેઓને વચમાં જ હડાલાના પાદરમાં ખીમા દેદરાણીને એકાએક ભેટે થશે. ખીમા દેદરાણીએ પિતાની આજ્ઞા મેળવી, ચાંપાનેરના મહાજનને જણાવ્યું કે, “આ ખીમે-તમારે આ ગામડિયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org