SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ પૂનમું ! ભવ લક્ષ્મીસાગરસૂરિ, આ૦ સોમદેવસૂરિ યુગપ્રધાન આ૦ લક્ષ્મીસાગરસૂરિ સં૦ ૧૫૧૭ (૧૫૧૮)માં ઈડરમાં શેઠ શ્રીપાલ અને વડનગરના સં. મહાદેવ વગેરેએ કરેલા ઉત્સવમાં ગચ્છનાયક બન્યા. તેમણે તે જ અવસરે આ૦ સુમતિ સાધુસૂરિ વગેરે ૧૧ મુનિવરને નવા આચાર્યો બનાવ્યા, અને આ સુમતિ સાધુસૂરિને પોતાની પાટે પ૪મા-ગચ્છનાયક સ્થાપ્યા. પં. સુધાનંદન તથા પં. હેમહંસગણિને ઉપાધ્યાયપદ, તથા સાધ્વી ઉદયચૂલાને મહત્તરા પદ આપ્યાં, ત્યારે બધા આચાર્યો, ઉપાધ્યાયે, મુનિવરે, મહત્તા સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકા વગેરે શ્રીસંઘે મળીને ભ૦ લક્ષ્મીસાગરસૂરિને યુગપ્રધાન તરીકે માન્યા. તેમની ઘણું શિષ્ય પરંપરા ચાલી તેમણે સં. ૧૫૪૭માં (સં. ૧૫૩૭માં હાડેતી દેશના સુમાહલી ગામમાં) સ્વર્ગગમન કર્યું. તે ગચ્છનાયક બન્યા. તે પછી તરતનો એટલે સં. ૧૫૧૭ના મહા સુદિ પ ને તેમને પ્રતિમાલેખ મળે છે. વાવ આ લક્ષ્મીસાગરસૂરિ શાંત, મધુરભાષી, અને તપસ્વી હતા. આચાર્યશ્રી સં. ૧૫૧૭ પછી તુરતમાં માળવામાં વિચર્યા, અને તે પછી ગુજરાતમાં પધાર્યા. વચલાં વર્ષોના ગાળામાં ગુજરાતમાં આવે સામદેવ અને ઉ૦ રત્નમંડન વચ્ચે ઝઘડો પડ્યો. ગચ્છનાયકે સં. ૧૫૨૦માં ખંભાત આવી, તે ઝઘડે મટાડ્યો. અને તે બંને વચ્ચે મેળ કરાવ્યું. એ રીતે તેમણે તપગચ્છને વધારે પુષ્ટ કર્યો. શ્રાવકોએ સં. ૧૫૨૨માં ગચ્છની પરિધાપનિકા કરી. પદવીપ્રદાન ગચ્છનાયકે આ સમદેવ ઠા. ૨૯, આ સુધાનંદન આ૦ શુભ રત્ન ઠા. ૧૪, મેટા તાર્કિક આ૦ એમજય ઠા. ૨૫, આ૦ જિમ ઠા૧૫, આ૦ જિનહંસ ઠા. ૩૯, આ૦ સુમતિસુંદર ઠા. ૫૩, આ૦ સુમતિ સાધુ ઠા. પ૩, આગ રાજપ્રિય ઠા. ૧૨, આ૦ ઇદ્રનદિ ઠા. ૧૧ વગેરે ૧૧ આચાર્યો, ઉપાટ મહસમુદ્ર કાર ૨૯, ઉપાટ લબ્ધિસાગર ઠા. ર૭, ઉપાય અમરનંદિ ઠા. ૧૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy