________________
પ્રકરણ : ત્રેપનમું
(૫૩) ભવ લક્ષ્મીસાગરસૂરિ સ્વ. સં. ૧૫૪૭
(૫૪મા) આ૦ સોમદેવસૂરિ
7પ
,
તેમને સં. ૧૪૬૪ના ભાદરવા વદિ ૨ ની સવારે અશ્વિની નક્ષત્રમાં, કુંભ લગ્નમાં, ગુજરાતના ઉમતા ગામમાં શેઠ કરમશીની પત્ની કરમાદેવીની કૂખેથી જન્મ થયે. તેમનું નામ દેવરાજ રાખવામાં આવ્યું. દેવરાજ મુનિવરને ભક્ત હતા. તે રોજ ઉપદેશ સાંભળતો, ધીમે ધીમે તેને વિરાગ્ય ઉત્પન્ન થયે. અને તે દીક્ષાનો ભાવુક બન્યા. માતાએ તેને ભ૦ મુનિસુંદરસૂરિની સેવામાં મૂક્યો. ભટ્ટારકે ૬ વર્ષના એ દેવરાજને સં૦ ૧૪૭૦માં ઉમતામાં અગર પાટણમાં તેની માતાની આજ્ઞા મેળવી, દીક્ષા આપી. તેમનું નામ મુનિ લક્ષ્મીસાગર રાખવામાં આવ્યું. તેમને આ૦ સેમસુંદરસૂરિએ સં. ૧૪૭૯૯માં ગણિપદ, સં. ૧૪૬માં રાણકપુરમાં પંન્યાસ પદ આપ્યાં. આ૦ મુનિસુંદરસૂરિએ સં. ૧૫૦૧માં મુંડસ્થલમાં ઉપાધ્યાય પદ આપ્યું અને આ૦ રત્નશેખરસૂરિ તથા આ૦ ઉદયનંદિસૂરિએ ભ૦ આ૦ મુનિસુંદરસૂરિની મનેભાવના મુજબ સં૦ ૧૫૦૮માં મેવાડના મજ જાપદ્રમાં (મજેરામાં) આચાર્ય પદ આપ્યું.
મહા લક્ષ્મીભદ્રગણિ અને આ૦ લક્ષ્મીસાગરસૂરિનાં નામેામાં એકતા હોવાથી તે કાલની કઈ કઈ ઐતિહાસિક ઘટનામાં ગરબડ થાય તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org